Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં જો અભ્યાસ કર્યો તો ભારતમાં નોકરી નહી મળે, જાણો કોણે કહ્યું

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશને ભારતીય વિદ્યાર્થીઓને કહ્યું છે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાંથી જો તમે શિક્ષણ મેળવ્યું તો ભારતમાં નોકરી કે વધુ શિક્ષણ પ્રાપ્ત નહીં કરી શકો. બંને સંસ્થાઓઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ના મેળવે. પાકિસ્તાનની કોઇ સંસ્થામાંથી જ
પાકિસ્તાનમાં જો અભ્યાસ કર્યો તો ભારતમાં નોકરી નહી મળે  જાણો કોણે કહ્યું
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઇન્ડીયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજયુકેશને ભારતીય વિદ્યાર્થીઓને કહ્યું છે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ કે શૈક્ષણિક સંસ્થામાંથી જો તમે શિક્ષણ મેળવ્યું તો ભારતમાં નોકરી કે વધુ શિક્ષણ પ્રાપ્ત નહીં કરી શકો. 
બંને સંસ્થાઓઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે કે પાકિસ્તાનની કોઇ પણ કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ના મેળવે. પાકિસ્તાનની કોઇ સંસ્થામાંથી જો શિક્ષણ મેળવ્યું તો ભારતમાં નોકરી કે વધુ શિક્ષણ નહી મેળવી શકાય. વિદ્યાર્થીઓ માટે જારી કરાયેલી એડવાઇઝરીમાં કહેવાયુ છે કે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે પાકિસ્તાન ના જાય. પાકિસ્તાનની કોઇ કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થામાં કોઇ પણ ભારતીય નાગરીક અથવા ભારતીય મૂલનો વિદેશ નાગરીક પ્રવેશ લેવા ઇચ્છતો હોય તો તે પાકિસ્તાનના પ્રમાણપત્રના આધાર પર ભારતમાં નોકરી કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નહી કરી શકે. 
યુજીસી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે જે લોકો પાકિસ્તાનથી આવ્યા છે, તેમને આ નિયમ લાગુ નહી પડે. પાકિસ્તાનથી આવેલા પ્રવાસીઓ અને તેમના બાળકો કે જેમને ભારતે નાગરીકતા આપી છે તે ગૃહ મંત્રાલયની મંજૂરી પછી ભારતમાં નોકરી મેળવી શકે છે. 
ઉલ્લેખનિય છે કે આ પહેલાં પણ યુજીસી અને એઆઇસીટીઇ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચીનની શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભમાં  પણ આ જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી હતી. હવે બંને સંસ્થાઓએ પાકિસ્તાન માટે આ એડવાઇઝરી જાહેર કરી છે. 
Advertisement
Tags :
Advertisement

.