Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામ રાજ્ય આવે છે તો અમે ઉર્દૂ ભાષા પર લાવીશું પ્રતિબંધ: તેલંગાણા ભાજપ અધ્યક્ષ

તેલંગાણાના ભાજપ (BJP) અધ્યક્ષ બંદી સંજય કુમારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાજ્ય દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું છે કે, જો દેશમાં રામ રાજ્ય આવે છે તો અમે ઉર્દૂ (Urdu) ભાષા પર પૂરી રીતે પ્રતિબંધ લાવીશું. તેઓ આટલું કહીને ન રોકાયા અને વધુમાં કહ્યું કે, દેશમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થાય છે તેનું કારણ મદરેસામાં ચાલી રહેલી આતંકી પ્રશિક્ષણની પ્રવૃત્તિ છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ભ
રામ રાજ્ય આવે છે તો અમે ઉર્દૂ ભાષા પર લાવીશું પ્રતિબંધ  તેલંગાણા ભાજપ અધ્યક્ષ
તેલંગાણાના ભાજપ (BJP) અધ્યક્ષ બંદી સંજય કુમારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાજ્ય દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું છે કે, જો દેશમાં રામ રાજ્ય આવે છે તો અમે ઉર્દૂ (Urdu) ભાષા પર પૂરી રીતે પ્રતિબંધ લાવીશું. તેઓ આટલું કહીને ન રોકાયા અને વધુમાં કહ્યું કે, દેશમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થાય છે તેનું કારણ મદરેસામાં ચાલી રહેલી આતંકી પ્રશિક્ષણની પ્રવૃત્તિ છે. 
દેશમાં છેલ્લા ઘણા સમયથી ભડકાઉ ભાષણ આપવાની જાણે રેસ લાગી હોય તેવુ વાતાવરણ બની ગયું છે. નેતા હોય કે અભિનેતા તમામ કોઇને કોઇ ભડકાઉ ભાષણ આપી રહ્યા છે. આ કડીમાં હવે તેલંગાણાના ભાજપ અધ્યક્ષ બંદી સંજય કુમારનો પણ હવે સમાવેશ થઇ ગયો છે. દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી રામ ભગવાન અને રામ મંદિરના નામે વાદ-વિવાદો થતા રહ્યા છે. હવે તાજેતરમાં તેલંગાણાના ભાજપ અધ્યક્ષે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 
તેમણે બુધવારે કરીમનગરમાં એક સભાને સંબોધતા કહ્યું કે, જો દેશમાં 'રામ રાજ્ય' આવશે તો ઉર્દૂ ભાષા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે. ભાજપ નેતાએ દેશભરમાં મદરેસાઓ અને બોમ્બ વિસ્ફોટોને પણ જોડ્યા હતા. કરીમનગરના ભાજપ સાંસદે કહ્યું કે, મદરેસા આતંકવાદીઓ માટે તાલીમ કેન્દ્ર બની ગયું છે. 
Advertisement

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં જ્યાં પણ બોમ્બ વિસ્ફોટ થાય છે, તેનું કારણ એ છે કે મદરેસા આતંકવાદીઓના તાલીમ કેન્દ્રો બની ગયા છે. આપણે તેમને ઓળખવા જોઈએ.' જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો ઉલ્લેખ કરતા કુમારે કહ્યું કે, જ્યાં પણ મસ્જિદ પરિસરમાં ખોદકામ કરવામાં આવે છે ત્યાં શિવલિંગ જોવા મળે છે. "હું (AIMIM ચીફ) ઓવૈસીને પડકાર આપું છું કે અમે રાજ્યની તમામ મસ્જિદો ખોદીશું. જો મૃતદેહો પ્રાપ્ત થાય છે, તો તમે (મુસ્લિમો) તેનો દાવો કરી શકો છો. જો તમને કોઈ શિવલિંગ મળે તો તે અમને સોંપી દો. શું તમે આ સ્વીકારશો?"
ભાજપના સાંસદે બુધવારે કરીમનગરમાં હિન્દુ એકતા યાત્રાને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદ, જ્યાં એક 'શિવલિંગ' મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે, તાજેતરમાં વારાણસીની સ્થાનિક કોર્ટના આદેશ પર અહીં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણમાં કથિત રીતે મસ્જિદ પરિસરની અંદર હિંદુ દેવતાઓના વિવિધ પ્રતીકો - કમળ, સ્વસ્તિક, કલશ અને ત્રિશુલના નિર્દેશ મળી આવ્યા છે. મુસ્લિમ પક્ષે દાવો કર્યો છે કે, ત્યાં મળેલું શિવલિંગ એક ફુવારાનો એક ભાગ છે. સર્વે બાદ હિન્દુઓનું કહેવું છે કે મંદિરની જમીન પર મસ્જિદો બનાવવામાં આવી છે.
Tags :
Advertisement

.