Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગી કેમ પહોંચી ગુજરાત હાઇકોર્ટના શરણે

અહેવાલ-- કલ્પીન ત્રિવેદી, અમદાવાદ આજથી આશરે બે વર્ષ પહેલાં અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ અને સોસાયટીના ચેરમેન પરાગ શાહે એફઆઇઆર દાખલ કરાવી હતી. જે બાદ અભિનેત્રીની...
વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગી કેમ પહોંચી ગુજરાત હાઇકોર્ટના શરણે
અહેવાલ-- કલ્પીન ત્રિવેદી, અમદાવાદ
આજથી આશરે બે વર્ષ પહેલાં અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ અને સોસાયટીના ચેરમેન પરાગ શાહે એફઆઇઆર દાખલ કરાવી હતી. જે બાદ અભિનેત્રીની અટકાયત કરવામાં આવી હતી અને હવે સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા પાયલ રોહતગી હાઇકોર્ટ પહોંચી છે.
શું છે પાયલ રોહતગી પર આરોપ
પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર ચેરમેન વિરુદ્ધ વિવાદસ્પદ લખાણ લખીને અપશબ્દો બોલ્યા હોવાનો તબીબે આક્ષેપ કર્યો હતો. કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝગડો અને સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ રોહતગી દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. પાયલ સામે સેટેલાઇટ પોલીસ મથકે કલમ 294, 506 (1) (2) અને આઇટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ થઈ હતી.
 હાઇકોર્ટ સમક્ષ માફી માંગી
પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી માંગી છે. સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ રજુઆત કરી છે. હવે FIR રદ્દ કરવી કે નહિ તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે પાયલ રોહતગીને સોગંદનામુ કરવા આદેશ કર્યો છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનવણી હાથ ધરાશે.
Tags :
Advertisement

.