ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

બુર્કિના ફાસોમાં IED બ્લાસ્ટ, 35 લોકોના મોત, 37 થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પશ્ચિમ આફ્રિકાના બુર્કિના ફાસોમાં એક મોટો હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. અહીં થયેલા IED બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે, જ્યારે 37થી વધુ લોકો ઘાયલ થયા છે. અહીંના સાહેલ વિસ્તારમાં લોકોને લઈ જઈ રહેલા કાફલા પર સોમવારે વિદ્રોહીઓએ IED વડે હુમલો કર્યો હતો.સમાચાર એજન્સી AFPએ અધિકારીઓના હવાલાથી આ માહિતી આપી છે. કાફલામાં એક વાહનને IED સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. ગવર્નર રોડોàª
04:03 AM Sep 06, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
પશ્ચિમ આફ્રિકાના બુર્કિના ફાસોમાં એક મોટો હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. અહીં થયેલા IED બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે, જ્યારે 37થી વધુ લોકો ઘાયલ થયા છે. અહીંના સાહેલ વિસ્તારમાં લોકોને લઈ જઈ રહેલા કાફલા પર સોમવારે વિદ્રોહીઓએ IED વડે હુમલો કર્યો હતો.
સમાચાર એજન્સી AFPએ અધિકારીઓના હવાલાથી આ માહિતી આપી છે. કાફલામાં એક વાહનને IED સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. ગવર્નર રોડોલ્ફ સોર્ગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાગરિકોને લઈ જઈ રહેલા એક વાહને IEDને ટક્કર મારી હતી, જેમાં ઓછામાં ઓછા 35 નાગરિકોના મોત થયા હતા અને 37 અન્ય ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે, સેના દ્વારા કાફલાને બચાવી લેવામાં આવ્યો હતો અને આ ઘટના જીબો અને બોરજાંગા વચ્ચે બની હતી. તેમણે એમ પણ કહ્યું કે, એસ્કોર્ટ્સે ઝડપથી સ્થળને સુરક્ષિત કરી લીધું અને પીડિતોને મદદ કરવા માટે પગલાં લીધા. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કાફલો ઉત્તર તરફ બુર્કિનાની રાજધાની ઔગાડૌગૌ તરફ જઇ રહ્યો હતો.

મહત્વનું છે કે, લેન્ડલોક આફ્રિકન દેશ ગયા વર્ષથી વિદ્રોહીઓની ઝપટમાં છે, જેમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને લગભગ 19 લાખ લોકો તેમના ઘર છોડવા માટે મજબૂર થયા છે. લડાઈ બુર્કિના ફાસોના ઉત્તર અને પૂર્વમાં થઈ રહી છે, જેનું નેતૃત્વ અલ-કાયદા અથવા ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે સંબંધ હોવાની શંકા ધરાવતા જેહાદીઓ દ્વારા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટની શરૂઆતમાં આ જ વિસ્તારમાં ડબલ IED બ્લાસ્ટમાં 15 સૈનિકો માર્યા ગયા હતા. જેહાદી જૂથોએ તાજેતરમાં ઉત્તરના મુખ્ય શહેરો - ડોરી અને જીબો તરફ જતા મુખ્ય રસ્તાઓ પર સમાન હુમલાઓ કર્યા છે. સાહેલ રાજ્ય સાત વર્ષ જૂના વિદ્રોહની પકડમાં છે જેમાં 2,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 1.9 મિલિયન લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.
આ પણ વાંચો - કાબુલમાં રશિયન દૂતાવાસની બહાર વિસ્ફોટ, 20ના મોત
Tags :
BurkinaFasoDeadGujaratFirstIEDBlastInjured