Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC એ કોહલીને બનાવ્યો ઓક્ટોબર મહિનાનો કિંગ, પહેલીવાર આપ્યો આ એવોર્ડ

છેલ્લા એક-બે વર્ષથી વિરાટ કોહલી (Virat Kohli) ના ફોર્મને લઇને ક્રિકેટ દિગ્ગજોથી લઇને સામાન્ય લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. પરંતુ જેવું T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂ થયો કે ટીમ ઈન્ડિયાને એક Good News (સારા સમાચાર) મળ્યા. જીહા, વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં તેના જુના ફોર્મમાં પાછો ફર્યો છે. જેનું ફળ હવે તેને ICC દ્વારા આપવામાં આવ્યું છે. King is Back!ટીમ ઈન્ડિયા (Team India) માં આજે મોર્ડર્ન માસ્ટર, કિંગ કોહલી (Ki
12:22 PM Nov 07, 2022 IST | Vipul Pandya
છેલ્લા એક-બે વર્ષથી વિરાટ કોહલી (Virat Kohli) ના ફોર્મને લઇને ક્રિકેટ દિગ્ગજોથી લઇને સામાન્ય લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. પરંતુ જેવું T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂ થયો કે ટીમ ઈન્ડિયાને એક Good News (સારા સમાચાર) મળ્યા. જીહા, વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં તેના જુના ફોર્મમાં પાછો ફર્યો છે. જેનું ફળ હવે તેને ICC દ્વારા આપવામાં આવ્યું છે. 
King is Back!
ટીમ ઈન્ડિયા (Team India) માં આજે મોર્ડર્ન માસ્ટર, કિંગ કોહલી (King Kohli) ... આવા અનેક નામોથી જાણીતા વિરાટ કોહલી ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યો છે. આ એ જ વિરાટ કોહલી (Virat Kohli) છે જેની કારકિર્દી છેલ્લા દોઢ બે મહિના પહેલા અંતિમ તબક્કામાં કહેવાતી હતી, આ એ જ વિરાટ કોહલી છે જેને ટીમ ઈન્ડિયાની T20 ટીમનો બોજ કહેવામાં આવી રહ્યો હતો. આજે એ જ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2022 નો ટોપ સ્કોરર છે. એશિયા કપ 2022મા પણ તેણે શાનદાર સદી ફટકારી હતી અને દુનિયાને કહી દીધું હતું કે, 'King is Back'! ભારતના આ જ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ના સુપર 12 તબક્કામાં તેના પ્રભાવશાળી પ્રદર્શન માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના મેન્સ પ્લેયર ઓફ ધ મંથ (ICC Player of the Month) તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 

એવોર્ડ મળ્યા બાદ કોહલીએ શું કહ્યું 
કોહલીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિના માટે ICC Men's Player of the Month જાહેર થવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વિશ્વભરના પ્રશંસકો અને પેનલો દ્વારા પસંદ કરવામાં આવતો આ એવોર્ડ મારા માટે વધુ ખાસ છે. હું અન્ય નામાંકિત ખેલાડીઓને પણ અભિનંદન આપવા માંગુ છું જેમણે આ સમયગાળા દરમિયાન આટલું સારું પ્રદર્શન કર્યું છે. હું મારા સાથી ખેલાડીઓને પણ અભિનંદન આપું છું જેઓએ મને સમર્થન આપવાનું ચાલુ રાખે છે જેથી હું મારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ રમી શક્યો.
પાકિસ્તાનની ઓલરાઉન્ડર નિદા દાર બની POTM Winner
વિરાટ કોહલીને છેલ્લા એક મહિનામાં તેના શાનદાર પ્રદર્શનનું પરિણામ મળ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓક્ટોબર 2022મા તેના માસિક શ્રેષ્ઠ ખેલાડી પુરસ્કાર માટે વિરાટ કોહલીની પસંદગી કરી છે. ભારતના રન મશીન એટલે કે વિરાટ કોહલી હવે ઓક્ટોબર 2022નો સૌથી મોટો પુરુષ ક્રિકેટર બની ગયો છે. વળી, ભારતની જેમિમા રોડ્રિગ્ઝ મહિલા ક્રિકેટમાં આ એવોર્ડ જીતી શકી નથી. એશિયા કપ (Asia Cup) માં શાનદાર પ્રદર્શન કરનાર પાકિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર નિદા દાર (Nida Dar) ને મહિલા વર્ગમાં આ સન્માન મળ્યું છે. નિદાએ આ પુરસ્કારની રેસમાં ભારતની જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને હરાવ્યા છે. એશિયા કપમાં ભારતની ટાઈટલ જીત દરમિયાન આ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

કોહલીએ ઓક્ટોબરમાં બનાવ્યા 205 રન
મીડિયાના પ્રતિનિધિઓ, ICC હોલ ઓફ ફેમમાં સામેલ લોકો, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને નોંધાયેલા ચાહકો દ્વારા વૈશ્વિક મત પછી કોહલી અને નિદાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોહલીએ ઓક્ટોબરમાં 205 રન સાથે પ્રથમ વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. તેણે સિડનીમાં નેધરલેન્ડ સામેની શાનદાર અડધી સદી પહેલા મેલબોર્નના ભરચક સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે અણનમ અડધી સદી સાથે ભારતના રોમાંચક વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
'વિરાટ'ના કારનામા પર એક નજર
અત્યારે દુનિયાને વિરાટ કોહલીના આંકડા કહેવાની જરૂર નથી. તે સચિન તેંડુલકર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા અને સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો બીજો ખેલાડી છે. તેના નામે કુલ 71 સદી છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પણ પાછળ છોડીને T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે T20 ઈન્ટરનેશનલમાં વિશ્વનો ટોપ સ્કોરર પણ છે.

આ પણ વાંચો - T20 વર્લ્ડ કપના ફાઇનલમાં પાકિસ્તાન ભારતને હરાવી બદલો લેશે, જાણો કોણે કરી ભવિષ્યવાણી

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FirstTimeGujaratFirstICCICCAwardICCPlayeroftheMonthKingKohliOctobert20worldcupt20worldcup2022ViratKohli
Next Article