Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hyundai એ લોન્ચ કરી નવી Aura, જાણો કોને આપશે ટક્કર, શું છે કિંમત અને કેવી છે ફીચર્સ

દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ દ્વારા કોમ્પેક્ટ સેડાન કાર Auraનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ નવી Auraમાં કેવી રીતે ફીચર્સ આપ્યા છે અને તેની કિંમત શું છે તેમજ તે ભારતીય બજારમાં કઇ કારને ટક્કર આપશે. અમે તમને આ સમાચારમાં આ માહિતી આપી રહ્યા છીએ.નવી Aura લોન્ચભારતીય બજારમાં Hyundai દ્વારા નવી Aura લોન્ચ કરવામાં આવી છે. કંપની દ્વારા લાવવામાં આવેલી આ સેડાનમાં ઘણી સુવિધાઓ ઉમેરવાàª
hyundai એ લોન્ચ કરી નવી aura  જાણો કોને આપશે ટક્કર  શું છે કિંમત અને કેવી છે ફીચર્સ
દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ દ્વારા કોમ્પેક્ટ સેડાન કાર Auraનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ નવી Auraમાં કેવી રીતે ફીચર્સ આપ્યા છે અને તેની કિંમત શું છે તેમજ તે ભારતીય બજારમાં કઇ કારને ટક્કર આપશે. અમે તમને આ સમાચારમાં આ માહિતી આપી રહ્યા છીએ.નવી Aura લોન્ચભારતીય બજારમાં Hyundai દ્વારા નવી Aura લોન્ચ કરવામાં આવી છે. કંપની દ્વારા લાવવામાં આવેલી આ સેડાનમાં ઘણી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સાથે, તેની કિંમત આ સેગમેન્ટની અન્ય કારની તુલનામાં અલગ અને ખૂબ જ સારી રાખવામાં આવી છે.કેવા છે ફીચર્સ ?કોમ્પેક્ટ એસયુવીમાં પ્રથમ વખત કંપની દ્વારા વાયરલેસ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી છે. આ સાથે તેમાં ફાસ્ટ યુએસબી ટાઇપ સી ચાર્જર પણ મળશે. Aura માં 8.89 cm નો નવો MID આપવામાં આવ્યો છે. અન્ય સુવિધાઓમાં ફૂટવેલ લાઇટિંગ, સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 8-ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, એપલ કાર પ્લે, એન્ડ્રોઇડ ઓટો, બ્લૂટૂથ કનેક્ટિવિટી, સ્ટીયરિંગ વ્હીલ માઉન્ટેડ કંટ્રોલ્સ, સ્માર્ટ કી, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, ક્રુઝ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને ફોલ્ડ કરી શકાય તેવા બહારના મિરર્સનો સમાવેશ થાય છે.કેટલી છે સલામત?નવી Auraમાં કંપની દ્વારા સેફ્ટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. હવે નવી Aura માં ચાર એરબેગ્સ પ્રમાણભૂત તરીકે મળશે. સાથે જ તેમાં છ એરબેગ્સનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં કુલ 30 સુરક્ષા સુવિધાઓ મળશે જેમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ESC, VSM, HAC, બર્ગલર એલાર્મ અને ઓટોમેટિક હેડલેમ્પ્સનો સમાવેશ થાય છે.કેટલું શક્તિશાળી એન્જિન ?કંપની દ્વારા Auraમાં 1.2-લિટર કપ્પા પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળશે. ઉપરાંત, નવી ઓરામાં 1.2-લિટર પેટ્રોલ/CNG ફાઇવ-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ મળશે. 1.2-લિટર પેટ્રોલ સાથે, કારને 83 PS અને 113.8 Nm પાવર મળશે. જ્યારે CNG સાથે, કારને 69 PS અને 95.2 ન્યૂટન મીટર પાવર મળશે.કેટલી છે કિંમત ?Aura ના કુલ ચાર વેરિઅન્ટ્સ માર્કેટમાં ઉપલબ્ધ હશે, જેમાં E, S, SX અને SXઓપ્શનલ છે. બેઝ વેરિઅન્ટ E 1.2 પેટ્રોલ મેન્યુઅલની એક્સ-શોરૂમ કિંમત 6.29 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટ SX ઓપ્શનલ 1.2 પેટ્રોલ મેન્યુઅલની કિંમત 8.57 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હશે. 1.2 પેટ્રોલ AMTની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.72 લાખ હશે અને 1.2 પેટ્રોલ/CNG મેન્યુઅલની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.10 લાખ અને રૂ. 8.87 લાખ એક્સ-શોરૂમ રાખવામાં આવી છે.કોણી સાથે થશે ટક્કર ?Hyundaiની Aura કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટની કાર છે. ભારતીય બજારમાં મારુતિ ડિઝાયર, ટાટા ટિગોર અને હોન્ડા અમેઝ જેવી કાર આ સેગમેન્ટમાં હાજર છે. હાલમાં આ સેગમેન્ટમાં મારુતિ ડિઝાયર બેસ્ટ સેલર છે. Dzire પછી Aura અને પછી Tata Tigor અને Honda Amazeનો નંબર આવે છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.