Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં પતિ-પત્નીનું કારસ્તાન, વેપારીને ફસાવ્યો, શારીરિક સંબંધનો વીડિયો ખુદ પતિએજ ઉતારી બ્લેકમેઇલ કરી લાખ્ખો ખંખેર્યા

સુરતમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે.  એક દંપતીએ વેપારીને બ્લેકમેલ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. આ ઘટનાને લઈને વેપારીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પત્ની સાથે વેપારીના શારીરિક સંબંધનો વિડીયો પતિએ મોબાઈલમાં ઉતાર્યો અને ત્યારબાદ આ વીડિયોના આધારે વેપારીને બ્લેકમેલ કરી આ દંપતીએ વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા અને અંતે જેલમà
02:12 PM Feb 16, 2023 IST | Vipul Pandya
સુરતમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે.  એક દંપતીએ વેપારીને બ્લેકમેલ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. આ ઘટનાને લઈને વેપારીએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પત્ની સાથે વેપારીના શારીરિક સંબંધનો વિડીયો પતિએ મોબાઈલમાં ઉતાર્યો અને ત્યારબાદ આ વીડિયોના આધારે વેપારીને બ્લેકમેલ કરી આ દંપતીએ વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા અને અંતે જેલમાં જવાનો વારો આવ્યો.
2016માં થઇ સમગ્ર પ્રકરણની શરૂઆત 
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને પંડોળમાં એબ્રોરોડરીનું ખાતું ધરાવતા વેપારી 2016માં ઉમરાળામાં હીરાનું કારખાનું ચલાવતા હતા. ત્યારે તેઓ હર્ષા જોશી નામની પરિણીતાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ હર્ષા જોશીએ વેપારીને પોતાના પતિને તેમના કારખાનામાં નોકરી આપવાનું જણાવ્યું હતું. જે બાદ વેપારીએ હર્ષા જોશીના પતિને પોતાના કારખાનામાં નોકરી આપી હતી..
પતિની ગેરહાજરીમાં હર્ષા વેપારીને ઘરે બોલાવતી 
બાદમાં પતિની ગેરહાજરીમાં વેપારીને  હર્ષા પોતાના ઘરે બોલાવતી હતી અને ત્યારબાદ બંને રંગરેલીયા મનાવતા હતા. જો કે થોડા સમય સુધી આ બધું સામાન્ય રીતે ચાલ્યુ હતું, પરંતુ એક વખત વેપારીનો વિડીયો મહિલાના પતિએ બનાવ્યો અને ત્યારબાદ મહિલાનો પતિ વેપારી પાસે મોબાઇલ લઈને ગયો અને મહિલા સાથે વેપારીનો શારીરિક સંબંધ બંધાયો હતો તે વિડીયો વેપારીને બતાવતા વેપારીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 
પ્રથમવાર 2017માં રૂપિયા 5 લાખ લઇ સમાધાન કર્યુ હતું 
આ ઘટનાને લઈને દંપત્તિએ વેપારીને બ્લેકમેલ કરી 2017માં 5 લાખ રૂપિયા લઇ સમાધાન કર્યું હતું. ત્યારબાદ વેપારી સુરત આવી ગયા હતા અને વેપારીની પાછળ પાછળ આ દંપતિ પણ સુરત આવ્યું હતું અને કતારગામ વિસ્તારમાં રહેવા લાગ્યું હતું. ત્યારબાદ ફરીથી વિડીયો વાયરલ કરવાનું કહીને વેપારી પાસેથી પૈસા પડાવ્યા હતા અને વેપારી પાસેથી જે પૈસા પડાવતા હતા તેનાથી મહિલા હર્ષા જોશી અને તેનો પતિ દાગીના અને કપડાની ખરીદી કરતો હતો. 
કપડા અને દાગીના ખરીદતા તો બીલ વેપારીએ ચૂકવવું પડતું 
આ ઉપરાંત અમુક વખત તો કપડાં અને દાગીનાના બિલ પણ વેપારીને ચૂકવવું પડતું હતું. આ ઘટના બાદ વર્ષ 2021માં છાપરાભાઠામાં કારખાનેદારે બે લાખમાં એક ફ્લેટ લીધો હોવાની જાણ મહિલાને થઈ હોવાના કારણે મહિલાએ આ ફ્લેટ પોતાના નામે કરાવી દીધો હતો અને ત્યારબાદ ફ્લેટ પર લોન કરી વેપારી પાસેથી ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવ્યા હતા. વેપારીએ લાખો રૂપિયા આપ્યા હોવા છતાં પણ મહિલા અને તેનો પતિ વેપારીને બ્લેકમેલ કરતા હતા અને ત્યારબાદ અન્ય બે સાગરીતોએ વેપારીના ઘરે જઈને ઝઘડો કરતા વેપારીએ કંટાળી મહિલા હર્ષા જોશી તેના પતિ પરેશ જોશી, બારડોલીમાં રહેતો પીન્ટુ જોશી સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ  પણ વાંચોઃ 13 વર્ષથી રહેતા રહીશોને અચાનક મળી સોસાયટીની હરાજીની નોટિસ, બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
arrestedBlackmailedcoupleExtortedGujaratFirsthusbandHusband-WifePhysicalIntercourseSuratVideoWifeTrappedtheBusinessman
Next Article