Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICMRએ આપ્યો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાનો મંત્ર, જાણો

ભારતમાં ડાયાબિટીસનો (Diabetes) પ્રશ્ન ઘણો ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસનો પ્રશ્ન ત્યારે આવે જ્યારે લોહીમાં ગ્લૂકોઝનું લેવલ ઘણું વધી જાય છે. જેને બેલેન્સ કરવા માટે પેનક્રિયાઝ એક હોર્મોન રિલીઝ કરે છે. જેને ઈંસ્યૂલિન કહેવામાં આવે છે. ઈસ્યૂલિન ગ્લુકોઝને મેઈનટેન કરવાનું કામ કરે છે. પરંતુ જ્યારે ઈંન્સ્યૂલિન રિલિઝ નથી થઈ શકતું ત્યારે ડાયાબિટીસનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ બે પ્રકારના હà
icmrએ આપ્યો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાનો મંત્ર  જાણો
ભારતમાં ડાયાબિટીસનો (Diabetes) પ્રશ્ન ઘણો ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટીસનો પ્રશ્ન ત્યારે આવે જ્યારે લોહીમાં ગ્લૂકોઝનું લેવલ ઘણું વધી જાય છે. જેને બેલેન્સ કરવા માટે પેનક્રિયાઝ એક હોર્મોન રિલીઝ કરે છે. જેને ઈંસ્યૂલિન કહેવામાં આવે છે. ઈસ્યૂલિન ગ્લુકોઝને મેઈનટેન કરવાનું કામ કરે છે. પરંતુ જ્યારે ઈંન્સ્યૂલિન રિલિઝ નથી થઈ શકતું ત્યારે ડાયાબિટીસનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઈપ-1 અને ટાઈપ-2, ટાઈપ-1 ડાયાબિટીસમાં ઈંન્સ્યૂલિનનું થોડ઼ું પણ ઉત્પાદન નથી થતું જ્યારે ટાઈપ-2માં ઓછી માત્રામાં ઈંસ્યૂલિન ઉત્પાદન થાય છે.
ડાયાબિટીસ (Diabetes) થવા પહેલાની સ્થિતિને પ્રી-ડાયાબિટીસ કહેવામાં આવે છે. ડાયાબિટીસ પર ચાલી રહેલી સૌથી મોટી સ્ટડી પ્રમાણે જો તમે પ્રી-ડાયાબિટીક છો તો ચોખા અને રોટલીનું સેવન ના કરો અને પ્રોટીનનું સેવન વધારવું. આ રીતે તમે ટાઈપ-2 ડાયાબિટીસના જોખમમાંથી મુક્તિ મેળવી શકો છો. સ્ટડીમાં તે સુચન આપવામાં આવ્યું છે કે, ડાયેટથી મળનારી કુલ ઉર્જામાં કાર્બોહાઈડ્રેટનો ભાગ 50 થી 55% ઘટાડવા અને પ્રોટીન ઈન્ટેક (Protein Intake) 20% વધારવાથી તેનાથી બચી શકાય છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ઈન્ડિયા ડાયાબિટીસનું આ લેટેસ્ટ સ્ટડી 18,090 વ્યક્તિઓના ખાનપાનમાં સામેલ પોષક તત્વોના વિશ્લેષણ પર આધારિત છે.
ફુડ રેશિયો જાળવવો
ડાયાબિટીસથી (Diabetes) છૂટકારો મેળવવા માટે ફુટના પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ 49 થી 54%, પ્રોટીન (Protein) 19 થી 20%, ફેટ 21 થી 26% અને ડાયેટ્રી ફાયબર 5 થી 6% હોવો જોઈએ. સરખુ પરિણામ મેળવવા માટે મહિલાઓએ પુરૂષોની તુલનામાં 2% કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરવું જોઈએ. આ રીતે યુવાનોની સરખામણીએ વૃદ્ધોએ કાર્બોહાઈડ્રેટનું સેવન 1% ઓછું કરવું જોઈએ. અને પ્રોટીનનું સેવન 1% વધારે કરવું જોઈએ.
ડાયેટ જ દવા
ભારતમાં (India) ડાયાબિટીસની સમસ્યા ઝડપથી વધી રહી છે. હાલના સમયમાં ભારતમાં ડાયાબિટીસનો પ્રશ્ન કુલ 7.4 કરોડ લોકો પીડિત છે. જ્યારે 8 કરોડ લોકો પ્રી-ડાયાબિટીક છે. સાથે જ લોકો ઘણા ઝડપથી પ્રી-ડાયાબિટીઝમાંથી ડાયાબિટીઝમાં કન્વર્ટ થઈ રહ્યાં છે.
સ્ટડીના ઓથર ડૉ. વી. મોહને કહ્યું, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2045માં ભારતમાં ડાયાબિટીસના કુલ 13.5 કરોડ દર્દીઓ હશે. જેનો અર્થ આવનારા 20 વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બે ગણી થઈ જશે. તેનું સૌથી મોટું કારણ હાઈ કાર્બો હાઈડ્રેટ યુક્ત ડાયટનું સેવન છે.
તેમણે કહ્યું આપણાં કુલ કેલેરી ઈન્ટેકના લગભગ 60 થી 75% કાર્બોહાઈડ્રેટના રૂપમાં હોય છે અને માત્ર 10% પ્રોટીન હોય છે. અમે પહેલા અનેક સ્ટડીમાં બતાવ્યું છે કે, સફેદ ચોખાના સેવનથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસના મામલે ઘઉં પણ તેટલાં જ ખરાબ છે. જો કોઈ વ્યક્તિ કાર્બોહાઈડ્રેટ ઈન્ટેકને 50 થી 55% ઘટાડે અને પ્રોટિન ઈન્ટેકને 20% વધારે તો ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળી શકે છે.
આઈડિયલ ફુડ પ્લેટ
ડૉ. મોહને જણાવ્યું કે, તમારી પ્લેટમાં અડધી જગ્યા લીલાં શાકભાજી, કઠોળ, કોબીજ, ફલાવરને સામેલ કરો. બટાકા જેવા વધારે સ્ટાર્ચવાળી વસ્તુઓ સામેલ ના કરો. જ્યારે પ્રોટિન માટે માછલી, ચીકન અને સોયા. તેમજ થોડાં ભાત અને રોટલીનો પણ સમાવેશ કરવો જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.