કેટલી વખત થૂ થૂ કરાવશે પાકિસ્તાન? હવે તુર્કી સાથે કર્યું કઇંક આવું
કેટલું નીચે જશે પાકિસ્તાન... તમે વિચારતા હશો કે હવે શું કર્યું પાકિસ્તાને? તો અમે તમને જણાવી દઇએ કે, તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે જે મદદ તુર્કી દ્વારા પાકિસ્તાનને મળી હતી તે જ મદદને પાકિસ્તાને હાલમાં મોકલી આપી છે. આ અંગે પાકિસ્તાન સ્થિત એક પત્રકારે દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે, ઈસ્લામાબાદ દ્વારા તુર્કીને મોકલવામાં આવેલી મદદ વાસ્તવમાં ગયા વર્ષના વિનાશક પૂર દરમિયાન અંકા
કેટલું નીચે જશે પાકિસ્તાન... તમે વિચારતા હશો કે હવે શું કર્યું પાકિસ્તાને? તો અમે તમને જણાવી દઇએ કે, તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે જે મદદ તુર્કી દ્વારા પાકિસ્તાનને મળી હતી તે જ મદદને પાકિસ્તાને હાલમાં મોકલી આપી છે. આ અંગે પાકિસ્તાન સ્થિત એક પત્રકારે દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે, ઈસ્લામાબાદ દ્વારા તુર્કીને મોકલવામાં આવેલી મદદ વાસ્તવમાં ગયા વર્ષના વિનાશક પૂર દરમિયાન અંકારા દ્વારા પાકિસ્તાનને મોકલવામાં આવી હતી. તાજેતરમાં, પાકિસ્તાને તુર્કીના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી અને શોધ અને બચાવ કર્મચારીઓ સાથે C-130 એરક્રાફ્ટ મોકલ્યા હતા.
તુર્કીની જ મોકલેલી સામગ્રી પાકિસ્તાને આજે પોતાના નામે મોકલી આપી
પાકિસ્તાનમાં જ્યા હાલમાં ખાવાના ફાફા આવી ગયા છે. અહી સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતી જઇ રહી છે. અર્થતંત્ર નાદાર થઈ રહ્યું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી પણ માની રહ્યા છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પાતાળમાં ચાલી ગઈ છે. પરંતુ આ બધા પછી પણ પાકિસ્તાન પોતાની હરકતોથી હટતું નથી. તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ તે દુનિયામાં સારી રીતે રહેવા માટે રાહત સામગ્રી પણ મોકલી રહ્યું છે. પરંતુ તેનું રહસ્ય ત્યારે સામે આવ્યું જ્યારે ખબર પડી કે પૂર વખતે જે રાહત સામગ્રી તુર્કીએ પાકિસ્તાનને મોકલી હતી, પાકિસ્તાને હવે તે જ રાહત સામગ્રી તુર્કીને મોકલી છે અને તેના પર પોતાનું 'લેબલ' લગાવી દીધું છે. ખોટી શાન બતાવવાના ચક્કરમાં પાકિસ્તાનની એકવાર ફરી આંતરરાષ્ટ્રીય જગતમાં થૂ થૂ થઇ ગઇ છે.
રિપેકિંગ કરી મોકલી આપી મદદ
પાકિસ્તાને ભૂકંપની તબાહીથી પીડિત તુર્કીમાં રાહત સામગ્રી મોકલી છે. આમાં, 21 કન્ટેનર મોકલવામાં આવ્યા છે, જેમાં શિયાળાના તંબુ, ધાબળા અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. પરંતુ જ્યારે તુર્કીમાં રાહત સામગ્રી ખોલવામાં આવી ત્યારે વાસ્તવિકતા બહાર આવી હતી. વાસ્તવમાં, ભૂતકાળમાં પાકિસ્તાનમાં આવેલા પૂર પછી, તુર્કીએ તેના માટે રાહત સામગ્રી મોકલી હતી, જેને પાકિસ્તાને રિપેકિંગ કરીને તુર્કી મોકલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર શાહિર મંઝૂરે એક ન્યૂઝ ચેનલમાં દાવો કર્યો છે કે, ઈસ્લામાબાદથી અંકારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી વાસ્તવમાં એ જ છે જે તુર્કીએ ગયા વર્ષના પૂર બાદ પાકિસ્તાનને મોકલી હતી. તેણે ટીવી ડિબેટ દરમિયાન કહ્યું કે, રાહત સામગ્રી સાથે પાકિસ્તાન સરકારનું ટેગ જોડાયેલું છે, પરંતુ જ્યારે ત્યાંના લોકોએ તેને ખોલ્યું તો તેના પર લખ્યું હતું 'તુર્કીની તરફથી મોહબ્બતની સાથ...!
તુર્કી પહોંચતા જ પાક. પીએમ શાહબાઝની થઇ થૂ થૂ...
એટલું જ નહીં તુર્કીમાં ભૂકંપની આફત વચ્ચે પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ ત્યાં પહોંચ્યા હતા. આ કારણે પણ તેમની પાકિસ્તાનમાં ખૂબ જ ઈજ્જત ઉછળી હતી. વાસ્તવમાં, તે તુર્કીના ઇનકાર છતાં અંકારા પહોંચી ગયા હતા. ત્યાં તેઓ તુર્કીના રાષ્ટ્રપતિને મળ્યા. જોકે તુર્કી તરફથી કહેવામાં આવ્યું હતું કે તેનું પ્રશાસન દેશને પૂરમાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તે અન્ય કોઈ દેશના વડાપ્રધાનની યજમાની કરી શકશે નહીં.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement