Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધુળેટીનું પર્વ રંગેચંગે ઉજવાયું

ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધુળેટીનું પર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મોટા શહેર એવા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ધુળેટીની ઉત્સાહભેર લોકો ઉજવણી કરી રહ્યા છે. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકોથી લઈને મોટા લોકો ધુળેટીના રંગે રંગાયા છે. વડોદરામાં તો મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓએ ગરબાની રમઝટ અને પુરૂષોએ ઢોલના તાલે ડાન્સ કરીને રંગોનો તહેવાર ઉજવ્યો
ગુજરાત સહિત દેશભરમાં હોળી ધુળેટીનું પર્વ રંગેચંગે ઉજવાયું
ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધુળેટીનું પર્વ રંગેચંગે ઉજવાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મોટા શહેર એવા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ધુળેટીની ઉત્સાહભેર લોકો ઉજવણી કરી રહ્યા છે. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકોથી લઈને મોટા લોકો ધુળેટીના રંગે રંગાયા છે. વડોદરામાં તો મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓએ ગરબાની રમઝટ અને પુરૂષોએ ઢોલના તાલે ડાન્સ કરીને રંગોનો તહેવાર ઉજવ્યો હતો. તો રાજકોટમાં રાજકીય રંગ સાથે ધુળેટીની ઉજવણી થઈ હતી. 
વાત કરીએ સુરતની તો કોરોના કાળમાં બે વર્ષ બાદ ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. તો રાજ્યના મેગા શહેર અમદાવાદમાં પણ હોળી રમવામાં પાછળ રહ્યું નથી. સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકોથી લઈને મોટેરાઓ ધુળેટીના રંગે રંગાયા છે. વડોદરામાં હરિયાણવી  ફેઇસ પેઇન્ટીંગ ના ક્રેઝ સાથે  સ્ટાઈલમાં ધુળેટીની ઉજવણી કરાઇ હતી.  
સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં રેઇન ડાન્સ કર્યો. ગાંધીનગર મહોડી હાઈવે પર હોળીના રંગ વિખેર્યા હતાં. સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક ખાતે ધુળેટીની ઉજવણી કરાઇ. લોકો વિવધ ગેમ્સ અને વોટર ડાન્સ સાથે કરી ધુળેટીની કરી રહ્યા છે. 
 
દ્વારકા મંદિરમાં 2લાખથી  વધુ લોકોએ  39 હજાર લોકોએ મંદિરના દર્શન કર્યા. શ્રીજીને ગુલાલની પોટલીઓ ધરવામાં આવી તેનાથી ભક્તો ફૂલડોલ ઉજવશે. મંદિરમાં શ્રીજીને ચાંદીની પિચકારીમાં કેસુડાનાં ફૂલનું પાણી ભરી ધરવામાં આવ્યું.
ભાવનગર શહેરના કુંભારવાડા પાનવાડી વિસ્તાર હલુરિયા ચોક સહિતના વિસ્તારોમાં ભાણેના વાસીઓ કરી ધુળેટી પર્વ ની ઉજવણી કરાઇ. સુરેન્દ્રનગર જિલ્લામાં ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના સાનિધ્યમાં પણ  ધુળેટી નિમિતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું.
મહીસાગર જીલ્લાના સંતરામપુર કડાણા સહિતના આદિવાસી સમાજ દ્વારા ધુળેટી પર્વની અનોખી ઉજવણી કરાઇ. ગામડામાં ઘર પર ચડી ઢોલ નગારા વગાડવામાં આવ્યા. આદિવાસી સમાજ દ્વારા શોક ભાગવા ઘર પર ચડી હોળીની ઉજવણી કરવામાં આવી. ખાસડા હોળી જેમાં રંગની જગ્યાએ શાકભાજી અને ફળો સાથે રમાય છે હોળી. 
રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પણ રમી ધૂળેટી. જૂનાગઢમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી સામાજિક સમરસતા ભાઈચારો અને સદભાવનાનું પ્રતિક અને રંગોનું પાવન પર્વ એટલે ધૂળેટી.
Advertisement
Tags :
Advertisement

.