Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છની દરિયાઇ સીમામાં ફરી એક વાર 350 કરોડનું હેરોઇન ઝડપાયું

કચ્છ (Kutch)ના જખૌ પાસે ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard)  સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 350 કરોડના હેરોઇન (Heroin) સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લીધા છે. પાકિસ્તાની ડ્રગ તસ્કરોને વધુ તપાસ માટે જખૌ લઇ જવાયા છે. એજન્સીઓનું સતત ઓપરેશનકચ્છની દરિયાઇ જળસીમામાં ગુજરાત એટીએસ અને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ સતર્ક રહીને સતત ડ્રગ્સ પકડી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6 મોટા ઓપરેશનમાં કરોડો રુપ
02:57 AM Oct 08, 2022 IST | Vipul Pandya
કચ્છ (Kutch)ના જખૌ પાસે ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard)  સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 350 કરોડના હેરોઇન (Heroin) સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લીધા છે. પાકિસ્તાની ડ્રગ તસ્કરોને વધુ તપાસ માટે જખૌ લઇ જવાયા છે. 
એજન્સીઓનું સતત ઓપરેશન
કચ્છની દરિયાઇ જળસીમામાં ગુજરાત એટીએસ અને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ સતર્ક રહીને સતત ડ્રગ્સ પકડી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં 6 મોટા ઓપરેશનમાં કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાઇ ચુક્યું છે. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે સતત એલર્ટ રહીને ફરી એક વાર મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. 
50 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાની ઝડપાયા
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત એટીએસ અને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડે શુક્રવારે રાત્રે સંયુક્ત ઓપરેશન કરીને જખૌની દરિયાઇ સીમામાંથી પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી જેમાં 6 ડ્રગ તસ્કરો ઝડપાયા હતા. અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં રહેલી આ બોટને એજન્સીઓએ ઝડપી લઇને તપાસ કરતાં બોટમાંથી 50 કિલો હેરોઇન મળી આવ્યું હતું. આ હેરોઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 350 કરોડ રુપિયા થવા જાય છે. 


ડ્રગ તસ્કરોને તપાસ માટે જખૌ લઇ જવાયા
350 કરોડના ડ્રગ સાથે 6 ડ્રગ તસ્કરોને ઉંડી તપાસ માટે જખૌ લઇ જવામાં આવ્યા છે. ઉલ્લખેનીય છે કે ગુજરાતના દરીયાકાંઠે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન કરીને સતત ડ્રગ પકડી રહ્યું છે. આ વર્ષે તો એજન્સીઓએ એલર્ટ રહીને સૌથી વધુ ડ્રગ્સ પકડયું છે ત્યારે આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું અને કોણે મંગાવ્યું હતું તે સહિતના મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે. 
આ પણ વાંચો-- નાસિકમાં અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 11ના મોત
Tags :
drugsGujaratATSGujaratFirstIndianCoastGuardPakistan
Next Article