કોર્ટમાં વ્યાજખોરોની પાંચ જામીન અરજી ઉપર સુનાવણી થતા તમામ જામીન અરજી ફગાવી
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો સામે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે અને તમામ વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલ અને દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરી લેતા હોવાની દલીલોના પગલે કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી હતીજિલ્લાના સી ડàª
03:11 PM Jan 23, 2023 IST
|
Vipul Pandya
ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો સામે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે અને તમામ વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ વ્યાજખોરોના જામીન માટે કોર્ટમાં સુનાવણી થતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલ અને દેવાદાર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરી લેતા હોવાની દલીલોના પગલે કોર્ટે પણ વ્યાજખોરોની જામીન અરજી ફગાવી હતી
જિલ્લાના સી ડિવિઝન પોલીસ મથકમાં ચાર જેટલા ગુના નોંધાયા છે
ભરૂચ જિલ્લામાં જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ તેમાં તેમની સંપૂર્ણ ટીમ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે અને ભરૂચ જિલ્લામાં લોક દરબાર થકી દેવાદારોની ફરિયાદો સાંભળવા સાથે ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહ્યા છે અને ભરૂચ જિલ્લાના સી ડિવિઝન પોલીસ મથકમાં ચાર જેટલા ગુના નોંધાયા છે જ્યારે અંકલેશ્વરના પણ પોલીસમાં તકોમાં ફરિયાદ નોંધાય છે અને ભરૂચના પણ વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે તમામ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને વ્યાજખોરો એ પણ જામીન અરજી કોર્ટમાં રજૂ કરી હતી.
વ્યાજખોરોના કારણે ઘણા લોકો મોતને ભેટતા હોવાની દલીલો કરી હતી
પરંતુ વ્યાજખોરોના ત્રાસથી દેવાદારો આપઘાત કરી રહ્યા હોય અને વગર લાઇસન્સ છે વ્યાજે રૂપિયા ફેરવતા હોય અને ઊંચા વ્યાજે રૂપિયા ફેરવી દેવાદારોને મૃત્યુ સુધી ટોચિંગ કરાવતી હોય તેમ જ તેમની માલ મિલકત અને વાહનો પર જપ્ત કરવા સાથે કોરા ચેક ઉપર સહી કરાવી લઈ હેરાનગતિ કરાતી હોવાના પ્રકરણમાં સમગ્ર મુદ્દો ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ભરૂચના મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યાની ધારદાર દલીલ અને વ્યાજખોરોના કારણે ઘણા લોકો મોતને ભેટતા હોવાની દલીલો કરી હતી જેના પગલે ભરૂચ જિલ્લા સેશન્સ કોર્ટમાં કુલ પાંચ જેટલી જામીન અરજીઓ દાખલ કરાઈ હતી જેની સુનવણીમાં સરકારી વકીલ પરેશ બી પંડ્યાની ધારદાર રજૂઆતથી ભરૂચના પ્રિન્સિપાલ એન્ડ સેશન જજ બ્રહ્મભટ્ટ સાહેબે પણ બંને પક્ષોની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી વ્યાજખોરોની પાંચે જામીન અરજી ફગાવી દીધી હતી જેના પગલે દેવાદારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને વ્યાજખોરો સામે માત્ર પોલીસ નહીં પરંતુ કોર્ટ પણ લાલઘૂમ થતા દેવાદારોમાં રાહત જોવા મળી રહી છે
સાહેબ મારે તો ₹5,000 નો હપ્તો બાકી હતો અને 20,000 ની રકમ ભરી મને સજા કરાવી.. એક પીડિતની વેદના
ભરૂચમાં એક દેવાદારને રૂપિયાની જરૂર હતી 20,000 રૂપિયા લીધા હતા અને તેણે રોકડેથી રૂપિયા 15000 ચૂકવી પણ દીધા હતા પરંતુ વ્યાજખોરે કોરા ચેક ઉપર 20,000 ની રકમ ભરી કોર્ટમાં કેસ દાખલ કરી દીધો પરંતુ દેવાદારને વકીલની નોટીસ કે કોર્ટનો સમન્સ ન મળતા તેણે કોર્ટની પ્રોસેસમાં ન ગયા હોવાના કારણે તેઓને સજા કરવામાં આવી હતી પરંતુ એક 5,000 માટે સજા તો થઈ પરંતુ તેની સામે હાઇકોર્ટમાં પણ આ ઓર્ડરને રદ કરાવવા માટે 75 હજાર રૂપિયા મારે ખર્ચવા પડશે હું ક્યાંથી લાવું ત્યારે આ બાબતે પણ ભરૂચ પોલીસે કાર્યવાહી કરવી જોઇએ તેવી દેવાદારે પણ મીડિયા સમક્ષ પોતાની વેદના રજુ કરી હતી
વ્યાજખોરોના ત્રાસથી લોકો આપઘાત કરી રહ્યા છે : મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યા
ભરૂચના પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં વ્યાજખોરોની પાંચ જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જેની સુનવણીમાં સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યા હાજર રહ્યા હતા અને તેઓએ પણ વ્યાજખોરો સામે ધારદાર દલીલ કરી હતી લાઇસન્સ વિના જ ૧૨ થી ૨૫ ટકા વ્યાજે રૂપિયા ફેરવી દેવાદારોને આપઘાતના ખપ્પરમાં ધકેલવાનું કામ કરી રહ્યા છે જેના કારણે જો વ્યાજખોરોને જામીન મળી જાય તો દેવાદારોના દેવાડા નીકળી જાય તેવી સ્થિતિ છે જેના કારણે વ્યાજખોરોને જામીન મળી જાય તો તેઓ દેવાદારો ને ફરી હેરાન કરશે અને આપઘાત કરવા સુધીનું ટોર્ચિંગ કરશે તેવી દલીલોના પગલે કોર્ટે પણ તમામ પાંચેય જામીન અરજી ફગાવી દીધી હતી
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article