મલેશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો ડંકો, યોગ સ્પર્ધામાં સુરતના 4 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા
World Yogasana Championship 2025 : મલેશિયા (Malaysia) માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ યોગાસનમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ ઊંચું કર્યું છે.
08:11 AM Apr 18, 2025 IST
|
Hardik Shah
World Yogasana Championship 2025 : મલેશિયા (Malaysia) માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ યોગાસનમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ ઊંચું કર્યું છે. સુરતના હર્ષ પટેલ (Harsh Patel) અને ઐસા શાહે યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી ગોલ્ડ મેડલ જીતી લીધો, જ્યારે અમદાવાદના એન્જલ પટેલે 9 થી 11 વર્ષની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. કુલ 24 દેશોની ભાગીદારી સાથે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારતના યુવાનોની યોગ પ્રતિભા ઝળહળી ઉઠી. ખેલાડીઓની સફળતાથી તેમના પરિવારજનો અને કોચે ખૂબ ખુશી વ્યક્ત કરી છે. યોગના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે અને તેમનાં પ્રેરણાદાયી પ્રયત્નોના પરિણામે આજે યુવા પેઢી યોગ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન બનાવતી દેખાઈ રહી છે.