Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારી મુદ્દે કોંગ્રેસના ઘરણાં: રાહુલ-પ્રિયંકા કસ્ટડીમાં; કોંગ્રેસનો આરોપ, સાંસદોને ઢસેડવામાં આવ્યા

કોંગ્રેસ દ્વારા  કેન્દ્ર સરકાર સામે આજે મોંઘવારી મુદ્દે દેશભરમાં  પ્રદર્શનો ચાલુ છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કસ્ટડીમાં લીધા છે. રાહુલ ગાંધીએ આજે આ માર્ચ કાઢતા પહેલા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની દરેક સંસ્થા આજે સ્વતંત્ર અને ન્યાયી નથી. આજે ભારતની દરેક સંસ્થા RSSના નિયંત્રણમાં છે. અમે માત્ર એક રાજકીય પક્ષ 
મોંઘવારી મુદ્દે કોંગ્રેસના ઘરણાં  રાહુલ પ્રિયંકા કસ્ટડીમાં  કોંગ્રેસનો આરોપ  સાંસદોને ઢસેડવામાં  આવ્યા
કોંગ્રેસ દ્વારા  કેન્દ્ર સરકાર સામે આજે મોંઘવારી મુદ્દે દેશભરમાં  પ્રદર્શનો ચાલુ છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કસ્ટડીમાં લીધા છે. રાહુલ ગાંધીએ આજે આ માર્ચ કાઢતા પહેલા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની દરેક સંસ્થા આજે સ્વતંત્ર અને ન્યાયી નથી. આજે ભારતની દરેક સંસ્થા RSSના નિયંત્રણમાં છે. અમે માત્ર એક રાજકીય પક્ષ  તરીકે લડી રહ્યા નથી, અમે ભારતના સમગ્ર ઇન્ફ્રાસ્ટ્ક્રચર મુદ્દે તેમજ લોકશહી માટે લડી રહ્યાં છીએ.

મોંઘવારી સામે દેશભરમાં હંગામો 
કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે દેશભરમાં હંગામો ચાલુ છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના ઘણા સાંસદો વિજયચોક સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને વિજય ચોકમાં જ અટકાવ્યા અને રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ કૂચ માટે કોંગ્રેસ નેતાઓને મંજૂરી આપી ન હતી. આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી રહેલા પ્રિયંકા ગાંધીની પણ ધરપકડ કરવામાં આવી હતી. 
Advertisement

સાંસદો સાથે હિંસા થઇ  - રાહુલ ગાંધી
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, તમામ સાંસદો મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યા હતા. અમારું કામ લોકોના પ્રશ્નો ઉઠાવવાનું છે. જો કે તંત્ર દ્વારા પક્ષના સાંસદોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક નેતાઓને પોલીસે દમનકારી વલણ અપનાવ્યું તેમજ માર પણ માર્યો હતો.

મોંઘવારીએ દેશના દરેકને અસર કરી
કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ પોલીસે અમને રોક્યા. પોલીસનું કહેવું છે કે આ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. અહીં વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. કોંગ્રેસના સાંસદોએ તેમની ધરપકડની માંગ કરી છે. કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ કહ્યું, આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથને લઈને છે. મોંઘવારીએ દેશના દરેકને અસર કરી છે. રાજકીય પક્ષ હોવાના નાતે લોકોનો અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે.
Advertisement


વરસાદ છતાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા રોક્યા
આજે સવારથી જ કોંગ્રેસના સાંસદોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, તેઓ કાળા કપડા પહેરીને સંસદથી કૂચ કરી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી પણ હાજર હતા. સાથે જ દિલ્હી, બિહાર, તેલંગાણા, રાજસ્થાન સહિત દેશભરમાં કોંગ્રેસનો વિરોધ ચાલી રહ્યો છે. દિલ્હીમાં વરસાદ છતાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા રોક્યા હતાં. બીજી તરફ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટી કાર્યાલયથી રેલી કાઢી રહ્યાં છે. જો કે કોંગ્રેસના વિરોધને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ મુખ્યાલયબહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં 10થી વધુ બસો ઉભી રાખવામાં આવી હતી. જેથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી શકાય
Tags :
Advertisement

.