Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માંડવા ડમ્પિંગ સાઈડને લઈ નગરપાલિકાને GPCBની નોટિસ

ભરૂચ નગરપાલિકાની હદમાં ડોર ટુ ડોર વાહનો મારફતે ઉઘરાવવામાં આવતા કચરાનો જથ્થાનો વૈજ્ઞાનિક દવે નિકાલ કરવાનો હોય છે પરંતુ હંમેશા નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે વિવાદમાં રહી છે ત્યારે માંડવાની ડમ્પીંગ સાઈડ બાદ હવે અમરતપરા અને હવે તો ખુલ્લી જમીનમાં પુરાણ કરવા માટે ઉપયોગ કરાતા હોવાના અહેવાલો સામે આવતા જીપીસીબીએસ સ્થળ નિરીક્ષણ કરી ભરૂચ નગરપાલિકાને વધુ એક નોટિસ ફટકારી છેમાંડવા ગાàª
માંડવા ડમ્પિંગ સાઈડને લઈ નગરપાલિકાને gpcbની નોટિસ
ભરૂચ નગરપાલિકાની હદમાં ડોર ટુ ડોર વાહનો મારફતે ઉઘરાવવામાં આવતા કચરાનો જથ્થાનો વૈજ્ઞાનિક દવે નિકાલ કરવાનો હોય છે પરંતુ હંમેશા નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે વિવાદમાં રહી છે ત્યારે માંડવાની ડમ્પીંગ સાઈડ બાદ હવે અમરતપરા અને હવે તો ખુલ્લી જમીનમાં પુરાણ કરવા માટે ઉપયોગ કરાતા હોવાના અહેવાલો સામે આવતા જીપીસીબીએસ સ્થળ નિરીક્ષણ કરી ભરૂચ નગરપાલિકાને વધુ એક નોટિસ ફટકારી છે
માંડવા ગામની ડમ્પિંગ સાઇડ ઉપરથી કચરો દૂર કરવામાં નહીં
ભરૂચ નગરપાલિકાએ માંડવા નજીક ડમ્પિંગ સાઈડ ઉભી કરી હતી જે ગેરકાયદેસર હોય અને ડમ્પીંગ સાઈડમાં કચરામાંથી નીકળતું પ્રદૂષિત પાણીના કારણે આજુબાજુના ભૂગર્ભજળ પ્રદૂષિત થવા સાથે ખેડૂતોને ખેતીમાં નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થઈ હતી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનીયલ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જેમાં માંડવા ગામની ડમ્પિંગ સાઇડ ઉપરથી કચરો દૂર કરવામાં નહીં આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જેના પગલે ભરૂચ નગરપાલિકાએ માંડવા સાઈડ ઉપરનો ડમ્પિંગ સાઈડનો કચરાનો નિકાલ કરવા માટે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટ અપાયો હતો અને કોન્ટ્રાક્ટર એ પણ ડમ્પીંગ સાઈડ પરથી ઉઠાવેલો કચરો વૈજ્ઞાનિક ઢબે નહીં પરંતુ અમરતપરા નજીક આદિવાસી જમીનના માલિકો પાસેથી જમીન ભાડેથી લઈ તેમાં ડમ્પિંગ સાઇડ ઉભી કરતા આદિવાસીની જમીન ભાડેથી લઇ ન શકાય અને તેના વેચાણ કરવા માટે પણ 73 એએની મંજૂરી લેવાની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરે આવી કોઈ પ્રોસેસ કર્યા વિના આદિવાસીની જમીન લઈ ડમ્પિંગ ઉભી કરી દેતા અને ડમ્પીંગ સાઈડમાં પણ પ્લાસ્ટિક સહિતનો કચરો અલગ કરી ડમ્પિંગ સાઇડના અંદર નીકળતો વેસ્ટ માટીનો કે જે બિન ઉપયોગી હોય તે વૈજ્ઞાનિક દવે નિકાલ કરવાના બદલે જમીન પુરાણમાં જાહેર અને પ્રાઇવેટ જગ્યાઓ પર નિકાલ કરતા સમગ્ર મામલો ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં પહોંચ્યો છે. 
છેલ્લા ઘણા સમયથી ડમ્પીંગ સાઈડ મુદ્દે વિવાદમાં રહી છે
ભરૂચ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પીંગ સાઈડ મુદ્દે વિવાદમાં રહી છે અને હવે તો જમીનમાં રહેલા ભૂગર્જળને પ્રદૂષિત કરવા માટેનું જાણે ષડયંત્ર રચ્યું હોય તેમ કોન્ટ્રાક્ટરે માંડવા ડમ્પિંગ સાહેબના અત્યંત દુર્ગંધવાળા કચરાનો નિકાલ હવે વૈજ્ઞાનિક ઢબે નહીં પરંતુ ખુલ્લામાં કરી રહ્યા હોય જેને લઇ gpcb એ પણ આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને પર્યાવરણને નુકસાનકારક હોય તેમજ ગંભીર બાબતને ધ્યાન પર લઈ જીપીસીબીના અધિકારીઓએ સ્થળ ઉપર જ ભરૂચ નગરપાલિકાને નોટીસ ફટકારી હતી જેના પગલે ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈડ મુદ્દે ફરી એકવાર વિવાદમાં આવી છે અને ભરૂચ નગરપાલિકાના પ્રજાના રૂપિયાનું જ સત્યનાશ વાળી રહી હોય તેવા આક્ષેપો થયા છે
આદિવાસી જમીન માલિકે પોતાની જમીન પરત લીધી હોય તેવું લેખિતમાં બાહેધરી આપ્યા બાદ પણ સ્થળ ઉપર ડમ્પીંગ સાઈડ યથાવત
આદિવાસી જમીનની ઉપર ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડને લઈ વિવાદ ઉભો થયો છે જેમાં કોન્ટ્રાક્ટર સાથે હવે ભરૂચ નગરપાલિકા પણ વિવાદમાં આવી છે ડમ્પીંગ સાઈડના વેસ્ટ કચરાનો નિકાલ કોઈ વૈજ્ઞાનિક ઢબે નહીં પરંતુ પ્રાઇવેટ તથા ખાનગી જમીનોમાં પુરાણ કરવામાં પાથરતા હોવાની ઘટનાને લઇ પ્રાંત અધિકારીની કચેરીમાં કેસ ચાલ્યો હતો જેમાં આદિવાસી જમીન માલિકોએ તેમની જમીન પર જ લીધી હોવાનું જણાવ્યું હતું પરંતુ આજે પણ આદિવાસીની જમીનમાં ડમ્પિંગ સાઈડ યથાવત હોવાનું સામે આવતા જીપીસીબીએ કાર્યવાહી કરી છે
ડમ્પીંગ સાઈડના કચરાથી જમીનમાં પુરાણ કરવાને લીધે બિલ્ડીંગનું બાંધકામ બાદ ધસી પડવાનો ભય હોય છે ફરિયાદી દિનેશ ખુમાણ
ડમ્પીંગ સાઇઝના કચરાનું નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાનો હોય છે પરંતુ ભરૂચ નગરપાલિકા વૈજ્ઞાનિક ઢબે નહીં પરંતુ જમીનમાં પુરાણ કરીને કરી રહી હોય તેવું વિસ્ફોટ સામે આવ્યો છે જેના પગલે ડમ્પીંગ સાઈટના કચરાથી જમીનમાં કરાતા પુરાને લીધે ભૂગર્ભજળને નુકસાન થાય સાથે જ્યારે કોઈ બિલ્ડિંગનું બાંધકામ થાય ત્યારે વહેલી તકે બિલ્ડીંગ નમી જવા સાથે ઘસી પડવાનો પણ ભય રહેતો હોય છે અને ડમ્પીંગ સાઈડના કચરાને જમીન પુરાણમાં ક્યારે લઈ શકાય નહીં કારણ કે ભૂગર્ભ જળને પણ મોટું નુકસાન કરી શકે છે અને ભૂગર્જળને નુકસાન થાય તો ખેડૂતોની જમીને પણ નુકસાન થઈ શકે તેવા આક્ષેપ ફરિયાદીએ કર્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.