Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મરાઠીઓને મૂર્ખ બનાવવાનું બંધ કરે રાજ્યપાલ : રાજ ઠાકરે

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવી દેવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. હવે આ નિવેદન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. રાજ ઠાકરેએ શનિવારે મહારાષ્ટ્રના રાજ
08:47 AM Jul 30, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવી દેવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. હવે આ નિવેદન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. 
રાજ ઠાકરેએ શનિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ભાષણ પર પ્રહારો કર્યા અને મરાઠીમાં લખીને તેમણે કહ્યું કે, 'મરાઠી લોકોને મૂર્ખ ન બનાવો.' રાજ ઠાકરેએ કહ્યું, 'જો તમને મહારાષ્ટ્રના ઈતિહાસ વિશે કંઈ ખબર નથી, તો તેના વિશે વાત ન કરો.' MNS સુપ્રીમોએ કહ્યું, 'રાજ્યપાલનું પદ ખૂબ જ આદરણીય પદ છે, તેથી લોકો તેની વિરુદ્ધ કંઈ બોલશે નહીં, પરંતુ તમારા નિવેદનથી મહારાષ્ટ્રની જનતાને દુઃખ થયું છે.'

શિવસેના, MNS, NCP અને કોંગ્રેસે પણ તેમના નિવેદન પર નિશાન સાધ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલના નિવેદનને મરાઠી લોકોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "તેઓ સમુદાયોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે તેમને ઘરે પાછા ક્યારે મોકલવામાં આવશે?"
Update...
Tags :
BhagatSinghKoshyaricontroversyGujaratFirstMaharashtraMUMBAIRajThakrestatement
Next Article