મરાઠીઓને મૂર્ખ બનાવવાનું બંધ કરે રાજ્યપાલ : રાજ ઠાકરે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવી દેવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. હવે આ નિવેદન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. રાજ ઠાકરેએ શનિવારે મહારાષ્ટ્રના રાજ
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવી દેવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. હવે આ નિવેદન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
રાજ ઠાકરેએ શનિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ભાષણ પર પ્રહારો કર્યા અને મરાઠીમાં લખીને તેમણે કહ્યું કે, 'મરાઠી લોકોને મૂર્ખ ન બનાવો.' રાજ ઠાકરેએ કહ્યું, 'જો તમને મહારાષ્ટ્રના ઈતિહાસ વિશે કંઈ ખબર નથી, તો તેના વિશે વાત ન કરો.' MNS સુપ્રીમોએ કહ્યું, 'રાજ્યપાલનું પદ ખૂબ જ આદરણીય પદ છે, તેથી લોકો તેની વિરુદ્ધ કંઈ બોલશે નહીં, પરંતુ તમારા નિવેદનથી મહારાષ્ટ્રની જનતાને દુઃખ થયું છે.'
Advertisement
"मराठी माणसाला डिवचू नका!" pic.twitter.com/0to6ByNyPk
— Raj Thackeray (@RajThackeray) July 30, 2022
શિવસેના, MNS, NCP અને કોંગ્રેસે પણ તેમના નિવેદન પર નિશાન સાધ્યું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલના નિવેદનને મરાઠી લોકોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "તેઓ સમુદાયોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે તેમને ઘરે પાછા ક્યારે મોકલવામાં આવશે?"
Update...