Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારની આયુષમાન યોજનાએ દોઢ વર્ષની સિયાને આપ્યું નવું જીવન

જ્યારે કપરી પરિસ્થિતિ અને વિવશતાનો અંધકાર ચોતરફ ફેલાય જાય ત્યારે આશાનું એક કિરણ  મુશ્કેલીઓને પરાસ્ત કરવા માટે કાફી છે. આવી સ્થિતિનો અનુભવ કર્યો છે ઉપલેટામાં રહેતા મુકેશભાઈ અને તેમના પત્ની પૂજાબેન પરમારે. જ્યારે તેમને ખબર પડે છે કે તેમની દોઢ વર્ષની દિકરી સિયાને હદયની બિમારી છે. ત્યારે દિકરીના સ્વાસ્થ્ય માટેની ચિંતાના અંઘકારમાં ઘેરાયેલાં દંપતિ માટે સરકારની આરોગ્ય નીતિ આશાનુà
સરકારની આયુષમાન યોજનાએ દોઢ વર્ષની સિયાને આપ્યું નવું જીવન
જ્યારે કપરી પરિસ્થિતિ અને વિવશતાનો અંધકાર ચોતરફ ફેલાય જાય ત્યારે આશાનું એક કિરણ  મુશ્કેલીઓને પરાસ્ત કરવા માટે કાફી છે. આવી સ્થિતિનો અનુભવ કર્યો છે ઉપલેટામાં રહેતા મુકેશભાઈ અને તેમના પત્ની પૂજાબેન પરમારે. જ્યારે તેમને ખબર પડે છે કે તેમની દોઢ વર્ષની દિકરી સિયાને હદયની બિમારી છે. ત્યારે દિકરીના સ્વાસ્થ્ય માટેની ચિંતાના અંઘકારમાં ઘેરાયેલાં દંપતિ માટે સરકારની આરોગ્ય નીતિ આશાનું કિરણ બનીને આવે છે અને યોગ્ય સારવાર મળતાં સિયાનું જીવન સુરક્ષિત થાય છે. 
સરકારનો આભાર માનતાં અને આયુષ્માન કાર્ડ યોજનાને વખાણતાં સિયાની જનેતા પૂજાબેને જણાવ્યું હતું કે, સિયા સતત રડ્યા કરતી અને ખોરાક પેટમાં રહેતો નહીં. ખાનગી હોસ્પિટલોમાં અલગ અલગ જગ્યાએ બતાવવા છતાં તબિયતમાં સુધારો આવ્યો નહીં. અંતે સરકારી ડોકટરોએ સિયાને તપાસી તો ખબર પડી કે, સિયાના હદયમાં પાણી ભરાય છે. આ સાંભળતા જ અમારી ચિંતા વધી ગઈ. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા અમારા જેવા પરિવારો માટે હોસ્પિટલને લગતી બાબતોનો મોટો આર્થિક ખર્ચ કોઇ કરીને પોસાય એમ નહોતો.પરંતુ ઉપલેટાની આર.બી.એસ.કે ટીમના સહયોગથી અમારી સિયાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં આયુષમાન કાર્ડ કાઢીને સારી રીતે ઓપરેશન થયું. સતત રડતી મારી સિયા આજે હસતી ખેલતી થઈ છે. જો સરકારની આયુષ્માન કાર્ડ સેવા ન હોત તો અમારા માટે કપરું બની જાત.
ઉપલેટાં તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો.નયન લાડાણીએ સોશિયલ બિહેવીઅર ચેન્જ કોમ્યુનિકેશન (SBCC) અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, (SBCC) અંતર્ગત લોકોના આરોગ્ય માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મેડીકલ ઓફિસર, RBSK મેડીકલ ઓફિસર, તાલુકા મલ્ટી પર્પઝ સુપરવાઈઝર, તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઈઝર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો સમાવેશ થાય છે. જેઓ  લોકોને આરોગ્ય સેવા લેવા માટે બેનર્સ, પત્રિકા, સોશ્યિલ મિડિયા પ્લેટફોર્મના માધ્યમથી જાગૃત કરીને પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. તેમજ આરોગ્યની સેવાઓ લેવા માટે જરૂરી માર્ગદર્શન આપીને મદદ પણ કરવામાં આવે છે. 
આર.બી.એસ.કે.ની સફળતા અંગે વાત કરતાં ડો.નયને વધુમાં ઉમેર્યું હતું કે, દરેક તાલુકા લેવલે વસ્તીના આધારે RBSK ટીમ કામગીરી કરે છે. આ ટીમ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના સંપર્કમાં રહીને ૦ થી ૧૮ વર્ષના બાળકોનું 4D સ્ક્રીનીંગ કરીને છુપાયેલા રોગને પારખીને સારવાર અપાવીને સ્વસ્થ કરવા પ્રયત્ન કરે છે. આ કાર્યક્રમને કારણે અનેક ભુલકાંઓને નવું જીવન મળ્યું છે તેમજ સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો આર્થિક ટેકો મહત્વની ભુમિકા ભજવે છે.
 ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ૧૯૬ બાળકોની સારવાર કરવામાં આવી છે. જેમાં ૧૨૨ બાળકોને હદય, ૧૧ બાળકોને કોંકલીયર ઈમપ્લાન્ટ, ૨૭ બાળકોને કિડનીની બીમારી અને ૩૬  બાળકોને કેન્સરની બિમારીની સારવાર આપવામાં આવી છે . તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ૨૯ હજારોથી વધુ લોકોને નિરામય કાર્ડની સવલત આપવામાં આવી છે. આમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને સરકારની આરોગ્ય નીતિ સુરક્ષા કવચ બનીને સિયાની જેમ અનેક ભુલકાઓને એક નવું જીવન પુરુ પાડી રહી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.