Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકન એર ફોર્સના ભારતીય સૈનિકો માટે આવ્યા Good News

ભારતીય નાગરિક કોઇ પણ દેશમાં હોય પણ પોતાની ધાર્મિક આસ્થાથી તે ક્યારેય અલગ થઇ શકતો નથી. ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ભારતીય-અમેરિકન એર ફોર્સના સૈનિક દર્શન શાહને કપાળ પર તિલક લગાવીને ફરજ બજાવવાની મંજૂરી આપવામાં આવી છે. હિંદુ આસ્થાને માન આપીને યુએસ એરફોર્સે આ ખાસ પરવાનગી આપી છે. શાહની આ માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બની હતી. આ માંગના સમર્થનમાં કેટલીક à
અમેરિકન એર ફોર્સના ભારતીય સૈનિકો માટે આવ્યા good news
ભારતીય નાગરિક કોઇ પણ દેશમાં હોય પણ પોતાની ધાર્મિક આસ્થાથી તે ક્યારેય અલગ થઇ શકતો નથી. ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ભારતીય-અમેરિકન એર ફોર્સના સૈનિક દર્શન શાહને કપાળ પર તિલક લગાવીને ફરજ બજાવવાની મંજૂરી આપવામાં આવી છે. 
હિંદુ આસ્થાને માન આપીને યુએસ એરફોર્સે આ ખાસ પરવાનગી આપી છે. શાહની આ માંગ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બની હતી. આ માંગના સમર્થનમાં કેટલીક ઓનલાઈન ગ્રુપ ચેટ પણ ચલાવવામાં આવી રહી હતી. મહત્વનું છે કે, શાહનો ઉછેર મિનેસોટામાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. આ પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. આ સંપ્રદાયનું પ્રતિક ચંદનનું તિલક છે. દર્શન શાહે જૂન 2020માં યુએસ આર્મીમાં બેઝિક મિલિટરી ટ્રેનિંગ શરૂ કરી ત્યારથી યુનિફોર્મ સાથે તિલક લગાવવાની પરવાનગી માંગી હતી. હવે હિન્દુ આસ્થાને માન આપીને યુએસ એરફોર્સે દર્શનને કપાળ પર તિલક લગાવીને એર ફોર્સ સૈનિક તરીકે ફરજ બજાવવાની મંજૂરી આપી છે. આ પરવાનગીથી દર્શન શાહ અને તેમનો પરિવાર અત્યંત ખુશ છે. પરવાનગી મળ્યા બાદ શાહે કહ્યું કે, ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂ જર્સી અને ન્યૂયોર્કના મારા મિત્રો મને અને મારા માતા-પિતાને અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. તેઓ બધા ખૂબ જ ખુશ છે કે યુએસ એરફોર્સમાં આવું કંઈક થયું છે.
આ ધાર્મિક મુક્તિ માટેની દર્શન શાહની માંગને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા મળી હતી. 22 ફેબ્રુઆરી 2022 ના રોજ, તેમને પ્રથમ વખત યુનિફોર્મ સાથે તિલક લગાવવાની મંજૂરી મળી. આ નિર્ણયને લઈને દરેકનું માનવું છે કે કંઈક નવું અને અલગ થયું છે. આવા નિર્ણય વિશે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. મહત્વનું છે કે, શાહના સંપ્રદાયના નેતા ગુરૂહરિ મહંત સ્વામિ મહારાજે ઘણા હિંદુ સંતો સાથે શાહનું સમર્થન કર્યું હતું. મહત્વનું છે કે, દર્શન શાહ ગુજરાતી પરિવારમાંથી છે. દર્શને કહ્યું કે, દરરોજ કામ કરતી વખતે તિલક ચાંદલો લગાવવો ખરેખર અદ્ભુત છે. મારી આસપાસના દરેક લોકો મને અભિનંદન આપી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, મેં આ ધાર્મિક અનુમોદન માટે ખૂબ જ મહેનત કરી છે. આ તિલકે મને ઘણી વખત માર્ગદર્શન આપ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.