Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માતાએ મોબાઈલ નહી આપતા 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ લીધો

સુરતના (Surat) કામરેજ ખાતે માતાએ મોબાઈલ નહી આપતા 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ કામરેજ પરબગામ સ્થિત આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝઅ વિભાગ-8માં આવેલા એમ્બ્રોડરી ખાતાની ઉપર રહેતા અરુણદાસ [ઉ.વ. 34] માર્કેટિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની àª
05:05 PM Feb 08, 2023 IST | Vipul Pandya
સુરતના (Surat) કામરેજ ખાતે માતાએ મોબાઈલ નહી આપતા 14 વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કામરેજ પરબગામ સ્થિત આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝઅ વિભાગ-8માં આવેલા એમ્બ્રોડરી ખાતાની ઉપર રહેતા અરુણદાસ [ઉ.વ. 34] માર્કેટિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની પત્ની પણ એમ્બ્રોડરી ખાતામાં સફાઈ કામદારનું કામ કરે છે. તેઓને સંતાનમાં 14 વર્ષીય દીકરી ઇતીદાસ હતી. 
ગતરોજ સાંજના સમયે અરુણદાસ રાબેતા મુજબ કામ પર ગયા હતા તે વેળાએ સાંજના સમયે તેઓની પત્ની કારખાનામાં સફાઈનું કામકાજ કરતી હતી ત્યારે તેઓની દીકરી તેમની પાસે આવી હતી અને માતા પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો. પરંતુ માતાએ મોબાઈલ ફોન ના આપતા તે ગુસ્સામાં ઉપર આવેલી રૂમમાં જતી રહી હતી. પોતાનું કામ પતાવી માતા રૂમ પર ગયી હતી ત્યારે દરવાજો ખખડાવતા દીકરીએ દરવાજો ખોલ્યો ન હતો.
જેને લઈને ત્યાં બાજુમાં રહેતા અન્ય લોકો આવી ગયા હતા. અને બાદમાં સીડી લઈને તપાસ કરતા દીકરી પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી હતી બાદમાં ત્યાં હાજર લોકો સીડી વાટે રૂમમાં પ્રવેશી દીકરીને હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વધુમાં દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ પણ વાંચો - સુરતના માંડવી તાલુકાનું વદેશિયા ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને હાલાકી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DeathgirlGujaratFirstKamrejsuicideSurat
Next Article