Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જીસીએસ હોસ્પિટલમાં શરુ થઇ રાહત દરે આઇવીએફ સુવિધા, માતૃત્વનું સપનું હવે ઓછા ખર્ચમાં થશે સાકાર

તબીબીક્ષેત્રે ક્રાંતિથી વ્યંધત્વ નિવારણ મહદઅંશે શક્ય બન્યું છે દરેક દંપતી માટે માતા -પિતા બનવાનું સુખ અનેરું હોય છે. પરંતુ વ્યંધત્વના કારણે તેઓ બાળકની કિલકારીઓ સાંભળવા તરસી જાય છે. ઓફિસ કે કામથી ઘરે આવતા જે બાળકના એક આલિંગન માત્રથી બધો થાક ઉતરી જાય છે જેને પામવા તેઓ તરસતા હોય છે. પણ તબીબીક્ષેત્રે થયેલી ક્રાંતિ બાદ હવે વ્યંધત્વ નિવારણ મહદઅંશે શક્ય બન્યું છે..જીસીએસ હોસ્પિટલમાàª
12:11 PM Dec 24, 2022 IST | Vipul Pandya
તબીબીક્ષેત્રે ક્રાંતિથી વ્યંધત્વ નિવારણ મહદઅંશે શક્ય બન્યું છે 
દરેક દંપતી માટે માતા -પિતા બનવાનું સુખ અનેરું હોય છે. પરંતુ વ્યંધત્વના કારણે તેઓ બાળકની કિલકારીઓ સાંભળવા તરસી જાય છે. ઓફિસ કે કામથી ઘરે આવતા જે બાળકના એક આલિંગન માત્રથી બધો થાક ઉતરી જાય છે જેને પામવા તેઓ તરસતા હોય છે. પણ તબીબીક્ષેત્રે થયેલી ક્રાંતિ બાદ હવે વ્યંધત્વ નિવારણ મહદઅંશે શક્ય બન્યું છે..
જીસીએસ હોસ્પિટલમાં આઇવીએફ કિલનિક શરુ કરવામાં આવ્યું
વંધ્યત્વના નિવારણ માટે આઇવીએફ છે. વ્યંધ્યત્વથી પીડાતા દંપતીઓ માટે રાહત દરે આઇવીએફ સારવાર પુરી પાડવાના હેતુથી જીસીએસ હોસ્પિટલમાં આઇવીએફ કિલનિક શરુ કરવામાં આવ્યું છે. જ્યાં નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ ડો. હરેશ દોશી, ડો. શીખા જૈન અને ડો. અમી શાહ દ્વારા આઇવીએફ સુવિધા ઉપલબ્ધ થશે જે નિઃસંતાન દંપતીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. 
માત્ર 25 હજાર રૂપિયાથી સારવારની શરૂઆત થાય છે 
ખાનગી હોસ્પિટલમાં આઇવીએફ સારવારનો ખર્ચ લાખોમાં થાય છે. જયારે જીસીએસ હોસ્પિટલમાં આઇવીએફ સારવારનું પેકેજ ફક્ત રૂ.25,000થી શરુ થાય છે.ડો. હરેશ દોશીએ IVF વિષે જણાવતા કહ્યું કે, "IVF ટેકનીક એવી મહિલાઓ માટે વધારે ફાયદાકારક છે, જે પ્રાકૃતિક રીતે ગર્ભધારણ કરી શકતી નથી. 
આજકાલની લાઇફ સ્ટાઇલ અને મોટી ઉંમરે લગ્ન 
આજકલ આપણે જોઈએ છીએ કે, ઘણી મહિલાઓ કામકાજ અને નોકરીયાત હોવાને કારણે મોટી ઉંમરે લગ્ન કરે છે. વધારે ઉંમર હોવાથી ઘણી મહિલાઓમાં ગર્ભધારણ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. એવામાં IVF ટેકનીક ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે સિવાય જે મહિલાઓમાં ફેલોપિયન ટ્યૂબમાં રૂકાવટ હોય કે IUI જેવી ટેકનીક સફળ થઈ નથી તો મહિલાઓ માટે પણ IVF ટેકનીક ઉપયોગી છે." 
26-31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક કન્સલ્ટેશન અને માર્ગદર્શન કેમ્પ
આ ઉપરાંત વંધ્યત્વ-નિવારણ અને આઇવીએફ માર્ગદર્શન માટે જીસીએસ હોસ્પિટલ ખાતે 26-31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક કન્સલ્ટેશન અને માર્ગદર્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 
કયા દંપતિ કરી શકે સંપર્ક ?
ડો. શીખા જૈને  કેમ્પ વિષે વધુ માહિતી આપતા કહ્યું કે, "જેમને ત્રણ કે તેથી વધુ વર્ષનું લગ્નજીવન હોય અથવા ત્રણથી વધુ નિષ્ફળ સારવાર કરેલ હોય, ફરીથી બીજું બાળક રહેવામાં મુશ્કેલી હોય, વારંવાર એબોર્શનની સમસ્યા, ફેલોપિયન ટ્યુબ બંધ હોવી, પોલીસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ, બીજ ન બનવા, શુક્રાણુંની કમી તેમજ અન્ય કારણસર કે અગમ્ય કારણસર વંધ્યત્વ હોય, તેનું નિદાન કરવામાં આવશે." 
કયા ટેસ્ટ જરૂરી હોય છે ?
આ સાથે ડો. અમી શાહે કહ્યું કે, " આ IVF સુવિધા ઘણા નિઃસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ બની રહેશે. IVF કરાવતા પહેલા પતિ-પત્નીના અમુક ટેસ્ટ કરવા ખુબ જરૂરી હોય છે જેવા કે, S. TSH, S. Prolactin, S. LH, S. FSH, Semen Analysis, જે કેમ્પમાં નિઃશુલ્ક કરવામાં આવશે." આ કેમ્પમાં રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે 9574000950 પર સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચોઃ 10 વર્ષનું બાળક સોફ્ટ બોર્ડ પિન ગળ્યો, અમદાવાદ સિવિલમાં સફળ ઓપરેશન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
concessionalratescostDreamGCSHospitalGujaratFirstIVFmotherhood
Next Article