Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગઠિયાએ જ્વેલર્સ માલિકની આંખમાં નાંખી મરચાની મુકી, જાણો કઇ રીતે ટળી ગઇ લાખ્ખોની લૂંટ

એક તરફ જેવલર્સ માલિકોએ ચેતવા જેવો તો બીજી તરફ કઈક શીખવા જેવો કિસ્સો અમદાવાદ ના કૃષ્ણનગર વિસ્તારમાં બન્યો.એક શખ્સ સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરવાનો હતો પણ વેપારીએ પ્રતિકાર કર્યો અને એક બટન દબાવતા જ સિક્યોરિટી એલાર્મ વાગ્યું અને લોકો ભેગા થઈ ગયા.એલાર્મ વાગતા જ દરવાજા પણ બંધ થઈ ગયા આજે લૂંટારું પકડાઈ ગયો. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા નિલમ ગોલ્ડ પેલેસની ઘટના આ  વાત છà
ગઠિયાએ જ્વેલર્સ માલિકની આંખમાં નાંખી મરચાની મુકી  જાણો કઇ રીતે ટળી ગઇ લાખ્ખોની લૂંટ
Advertisement
એક તરફ જેવલર્સ માલિકોએ ચેતવા જેવો તો બીજી તરફ કઈક શીખવા જેવો કિસ્સો અમદાવાદ ના કૃષ્ણનગર વિસ્તારમાં બન્યો.એક શખ્સ સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરવાનો હતો પણ વેપારીએ પ્રતિકાર કર્યો અને એક બટન દબાવતા જ સિક્યોરિટી એલાર્મ વાગ્યું અને લોકો ભેગા થઈ ગયા.એલાર્મ વાગતા જ દરવાજા પણ બંધ થઈ ગયા આજે લૂંટારું પકડાઈ ગયો. 

કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા નિલમ ગોલ્ડ પેલેસની ઘટના 
આ  વાત છે કૃષ્ણ નગર વિસ્તારમાં આવેલા નીલમ ગોલ્ડ પેલેસની... જેના માલિક કૌશિક પટેલ જ્વેલર્સના શોરુમ પર સોમવારના દિવસે  હાજર હતા.ત્યારે એક ગઠીયો ગ્રાહક બનીને આવ્યો હતો અને સોનાની બે વિંટી પસંદ કરી હતી..ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠીયાએ કૌશિક પટેલને કહ્યુ હતું કે આ બે વિંટીઓ સાઇડમાં મુકજો આવતી કાલે પત્નિને લઇને આવીશ અને લઇ જઇશ. મંગળવારે ફરી આ ગઠિયો આવે છે અને શોરૂમમાં પત્નીની રાહ જોતો હોવાનું કહી બેસી રહે છે...વેપારીએ આ બાબતે પૂછતાં જ તે  એકદમ ઉભો થઇ ગયો હતો અને ખીસામાંથી મરચાની ભુકી કાઢીને કૌશિક પટેલની આંખમાં નાખી દીધી અને લૂંટ કરવાની કોશિશ કરી હતી.
માલિકે આડો હાથ કરી દેતા મરચાની ભૂકી આંખમાં જતા રહી ગઇ 
આ દરમિયાન વેપારીએ તરતજ તેમનો હાથ મોઢા પર રાખતા મરચાની ભૂંકી હાથ પર આવી ગઇ હતી. ગઠીયાએ તરતજ વેપારી સાથે ઝપાઝપી કરવાની કોશિષ કરી હતી જેથીસિક્યોરીટી ગાર્ડ એલર્ટ થઇ ગયો હતો અને તરતજ સિક્યોરીટી સાયરન વગાડી દીધુ હતું અને શોરુમનો દરવાજો બંધ પણ થઈ ગયો હતો.  સિક્યોરીટી સાયરન વાગતાની સાથે જ રોડ પરથી નીકળતી પોલીસ આવી ગઈ અને આરોપી વિજયકુમાર કોરીને ઝડપી પાડ્યો..... આમ વેપારીની અને પોલીસની સતર્કતા તથા મામુલી ખર્ચે વસાવેલી સિસ્ટમથી કિંમતી મતા લૂંટતા બચી ગઈ....અને આરોપી ઝડપાઇ ગયો..... 
સોનાના વેપારીઓ અવાર નવાર લૂંટારુના ટાર્ગેટ પર હોય છે...માત્ર એક સિક્યોરિટી સિસ્ટમ કે સતર્કતા દાખવવાથી મોટી ઘટનાને ટાળી શકાય તેમ છે.જે બાબતની અપીલ પોલીસ પણ વેપારીઓને કરે છે.ત્યારે આરોપી બાબતે તેના ગુનાહિત ઇતિહાસ થી માંડી તમામ બાબતો પર હવે પોલીસે તપાસ તેજ કરી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×