ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઝમગઢથી એકવાર ફરી ભાજપે નિરહુઆને મેદાને ઉતાર્યા

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યુબિલી સ્ટાર તરીકે જાણીતા દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ આઝમગઢ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. શનિવારે પાર્ટીએ ‘નિરહુઆ’ના નામ પર પોતાની મહોર લગાવી દીધી. 'નિરહુઆ' 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અહીંથી લડી ચુક્યા છે, પરંતુ તે પછી તેને સપા પ્રમુખ અખિલેશ યાદવ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યુબિલી સ્ટાર તરીકે જાણીતા દિનેશ લાલ à
10:44 AM Jun 04, 2022 IST | Vipul Pandya
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યુબિલી સ્ટાર તરીકે જાણીતા દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ આઝમગઢ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. શનિવારે પાર્ટીએ ‘નિરહુઆ’ના નામ પર પોતાની મહોર લગાવી દીધી. "નિરહુઆ" 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અહીંથી લડી ચુક્યા છે, પરંતુ તે પછી તેને સપા પ્રમુખ અખિલેશ યાદવ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યુબિલી સ્ટાર તરીકે જાણીતા દિનેશ લાલ યાદવ એટલે કે 'નિરહુઆ' ને ભાજપે એકવાર ફરી આઝમગઢથી મેદાનમાં ઉતાર્યા છે. જીહા, નિરહુઆ આઝમગઢ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. મહત્વનું છે કે, ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પેટાચૂંટણીની તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમા સૌથી વધુ ચર્ચા આઝમગઢ લોકસભા બેઠકની છે, જ્યાંથી અખિલેશ યાદવે રાજીનામું આપ્યું હતું. આ બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં ભાજપે ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆને ટિકિટ આપી છે.   

મહત્વનું છે કે, અખિલેશ યાદવ યુપીના આઝમગઢથી સાંસદ હતા, પરંતુ તેમણે વિધાનસભા ચૂંટણી પણ જીતી હતી. જેના કારણે તેમણે આઝમગઢ લોકસભા બેઠક પરથી રાજીનામું આપવું પડ્યું હતું. એ જ રીતે રામપુરના સાંસદ આઝમ ખાને પણ ધારાસભ્યની ચૂંટણી જીતી છે. જેના કારણે તેમણે પોતાની બેઠક પણ છોડવી પડી હતી. હવે પાર્ટીએ ઘનશ્યામ લોધીને ભાજપના રામપુર સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે. જો આઝમગઢની વાત કરીએ તો 2019માં અખિલેશ યાદવે નિરહુઆને 2.5 લાખ વોટથી હરાવ્યા હતા. પરંતુ આ પછી ભોજપુરી અભિનેતાએ આઝમગઢમાં રહેવાનું પસંદ કર્યું અને પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ આઝમગઢમાં લોકો સાથે સતત જનસંપર્ક કરી રહ્યા છે. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તે આઝમગઢમાં સપાના કિલ્લામાં ધાક જમાવવામાં સફળ થઈ શકે છે.
ઉત્તર પ્રદેશની રામપુર અને આઝમગઢ લોકસભા બેઠકો ખાલી છે, જેના પર 23 જૂને મતદાન થવાનું છે. ભાજપે રામપુરથી ઘનશ્યામ લોધીને ટિકિટ આપી છે. વળી, ત્રિપુરાની 4 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ટાઉન બોર્ડોલીથી માણિક શાહ, અગરતલાથી અશોક સિન્હા, સુરમાથી સ્વપ્ન દાસ પોલ અને જુબરાજનગરથી મલિના દેવનાથને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય ગુંડલાપલ્લી ભરત કુમાર યાદવ આંધ્ર પ્રદેશની આત્મકુર વિધાનસભા સીટથી અને ગંગોત્રી કુજુર ઝારખંડની મંદાર વિધાનસભા સીટથી મેદાનમાં ઉતર્યા છે.
આ પણ વાંચો - યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું - રાહુલ ગાંધી અને તમારામાં કોઈ જ ફર્ક નથી
Tags :
AkhileshYadavBJPBJPcandidatebyelectionGujaratFirstNirhuaSPUPUttarPradesh
Next Article