2023 થી 6 વર્ષ પુર્ણ હશે તો જ મળશે ધોરણ 1 માં પ્રવેશ, 1 દિવસ પણ ઓછો હશે તો નહીં મળે પ્રવેશ
6 વર્ષમાં પૂર્ણ હોવા જરૂરી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ.1માં પ્રવેશ લેવા માટે વય મર્યાદા 6 વર્ષની નક્કી કરવામાં આવી છે. જેથી હવે જો ધોરણ.1માં પ્રવેશ લેવો હશે તો 6 વર્ષમાં પૂર્ણ હોવા જોઈશે. જો 1 દિવસ પણ બાળકને ખુટતો હશે તો તેણે 1 વર્ષ સુધીની રાહ જોવી પડશે. ધોરણ.1 માં પ્રવેશ અંગેની વય મર્યાદા નક્કી કરતો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામા
Advertisement
6 વર્ષમાં પૂર્ણ હોવા જરૂરી
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ.1માં પ્રવેશ લેવા માટે વય મર્યાદા 6 વર્ષની નક્કી કરવામાં આવી છે. જેથી હવે જો ધોરણ.1માં પ્રવેશ લેવો હશે તો 6 વર્ષમાં પૂર્ણ હોવા જોઈશે. જો 1 દિવસ પણ બાળકને ખુટતો હશે તો તેણે 1 વર્ષ સુધીની રાહ જોવી પડશે. ધોરણ.1 માં પ્રવેશ અંગેની વય મર્યાદા નક્કી કરતો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામાં આવ્યો હતો.
કોઇ છૂટછાટ આપવામાં નહીં આવે
પ્રવેશની વયમાં છુટછાટ આપવામાં આવશે કે કેમ તે અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે,પ્રવેશની વય મર્યાદામાં કોઈ છુટછાટ નહી અપાય. કારણ કે,આ પરિપત્ર ત્રણ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો અને એ રીતે જ નર્સરી અને કે.જી.માં બાળકોને પ્રવેશ આપવાની સુચના આપવામાં આવી હતી.
વાલીઓની રજુઆત સામે મળ્યો આ જવાબ
જોકે હાલમાં શિક્ષણની કચેરીઓમાં વાલીઓને રજૂઆતો આવી રહી છે કે,ઘણા બાળકોને 1લી જૂન, 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થવામાં માત્ર 2થી 3 દિવસ યા એક સપ્તાહ જેટલો જ સમય ખુટતો હોય. જોકે વાલીઓને સંચાલકો દ્વારા જણાવાય છે કે, તમે ડીઈઓ-ડીપીઈઓ કચેરીમાં જઈ મંજુરી મેળવી આવો. પરંતુ જ્યારે વાલીઓ ડીઈઓ-ડીપીઈઓ કચેરીમા આ અંગેની રજૂઆત કરવા આવે છે ત્યારે તેમને સ્પષ્ટ જણાવાય છે કે, 6 વર્ષમાં એકપણ દિવસ ખુટતો હશે તો પ્રવેશ આપવામાં આવશે નહી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.