Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમ સંબંધમાં પૂર્ણ વિરામ : બાધા પૂરી કરવા ગયેલા પ્રેમી પંખીડાંઓ અકસ્માતનો ભોગ બન્યાં

અહેવાલ - યશ ઉપાધ્યાય  અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉટરડા પોસ્ટ - ગમનપુરા ખાતે રહેતા અને બે પુખ્તવયના સંતાનો ધરાવતા 41 વર્ષીય શખ્સ છેલ્લા ચારેક વર્ષથી પોતાના જ ગામના મહિલા સાથે પ્રેમ સબંધમાં હતા. પ્રેમમાં હોવાથી શખ્સ મહિલા સાથે અડપોદરા ગામે...
પ્રેમ સંબંધમાં પૂર્ણ વિરામ   બાધા પૂરી કરવા ગયેલા પ્રેમી પંખીડાંઓ અકસ્માતનો ભોગ બન્યાં

અહેવાલ - યશ ઉપાધ્યાય 

Advertisement

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉટરડા પોસ્ટ - ગમનપુરા ખાતે રહેતા અને બે પુખ્તવયના સંતાનો ધરાવતા 41 વર્ષીય શખ્સ છેલ્લા ચારેક વર્ષથી પોતાના જ ગામના મહિલા સાથે પ્રેમ સબંધમાં હતા. પ્રેમમાં હોવાથી શખ્સ મહિલા સાથે અડપોદરા ગામે ઝાલા બાવજી મંદિરે બાધા કરવા સારૂ ગયા હતા. જ્યાં બંને પ્રેમી પંખીડાંઓ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. જેમાં મહિલાને અકસ્માત દરમિયાન માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે કમનસીબે ફરજ પરના હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરાયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર તેમજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઉટરડા પોસ્ટ - ગમનપુરા ખાતે રહેતા સોમસીહ ઝાલાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર બે પુખ્તવયના સંતાનો ધરાવતા 41 વર્ષીય લાલસિંહ સોમસિંહ ઝાલા છેલ્લા ચારેક વર્ષથી પોતાના જ ગામના મહિલા સાથે પ્રેમ સબંધ હોવાથી એકબીજા સાથે ટેલીફોન પર વાતચીત કરતા હતા. આ સાથે તેઓ ઘણીવાર બજારમાં પણ મળતા હતા. દરમિયાન ગતરોજ 13 ઓગસ્ટ 2023 ના રોજ 9 વાગ્યાના અરસામાં મહિલાએ તેમને ફોન કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, મારે અડપોદરા ગામે ઝાલા બાવજી મંદિરે બાધા કરવા સારૂં જવાનું છે. તમે રોજડ ગામેથી મારી સાથે આવજો જેથી બપોરના 12 વાગે લાલસિંહ ઝાલા રોજડ ચોકડી પાસે મોટરસાયકલ લઈને આવ્યા હતા અને ત્યાંથી મોટરસાયકલ લઇને અડપોદરા ગામે ડુંગર પર આવેલ ઝાલાબાજીના મંદિરે દર્શન કરવા સારૂં ગયા હતા.

Advertisement

ત્યારબાદ આશરે 2 વાગ્યાની આસપાસ બાધા પૂરી કરી પરત ફરતા મંદિરથી નીચે ઉતરતી વખતે ઢાળમાં મોટરસાઇકલમાં બ્રેક લાગી નહી અને રોડ સાઇડમાં એક ઘરના પગથીયા સાથે મોટરસાયકલ અથડાઈ જતાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. ગંભીર ઈજાઓ થતા મહિલાને 108 ઈમરજન્સી સેવા મારફતે ગાંભોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના અંગે ગાંભોઈ પોલીસે અકસ્માત સંદર્ભે લાલસિંહ સોમસિહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - ગાંધીનગરમાં ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું આ દિવસે કરવામાં આવશે આયોજન

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.