Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તિસ્તા સેતલવાડ કેસ માટે SITની રચના, ATSના DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં તપાસ થશે

ગઇ કાલે સાંજે ગુજરાત એટીએસ દ્વારા મુંબઇથી તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઇપીએસ શ્રીકુમારની અટકાયત કરવામાં આવી હતી. જેને રાત્રે અમદાવાદ લવાયા બાદ સવારમાં ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી. આજે તે બંનેને આજે તે બંન્નેને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા હતાં. કોર્ટ સમક્ષ પોલીસે બંનેના 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. તપાસ માટે SITની
તિસ્તા સેતલવાડ કેસ માટે sitની રચના   atsના dig દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં તપાસ થશે
ગઇ કાલે સાંજે ગુજરાત એટીએસ દ્વારા મુંબઇથી તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઇપીએસ શ્રીકુમારની અટકાયત કરવામાં આવી હતી. જેને રાત્રે અમદાવાદ લવાયા બાદ સવારમાં ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી હતી. આજે તે બંનેને આજે તે બંન્નેને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયા હતાં. કોર્ટ સમક્ષ પોલીસે બંનેના 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. 
તપાસ માટે SITની રચના
ત્યારે આ અંગે હવે એક બીજા મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાાટીયાએ આ કેસની તપાસ માટે SITની રચના કરી છે. હવે આ સમગ્ર કેસની SIT દ્વારા તપાસ કરવામાં આવશે. ચાર સભ્યોની આ SITની ટીમમાં સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે.  હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ATSના DIG દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં દીપેન ભદ્રન ઉપરાંત ATSના SP સુનિલ જોશી, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલીક  અને SOGના ACP બી સી સોલંકીનો સમાવેશ થાય છે.
તિસ્તાની જજ સમક્ષ રજૂઆત
આજે જ્યારે તિસ્તા સેતલવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે જજ સમક્ષ વિવિધ ફરિયાદ પણ કરી હતી. તિસ્તાએ કહ્યું કે એટીએસ કોઇ પણ પ્રકારના વોરન્ટ વગર મારા ઘરમાં ઘૂસ ગઇ. તેમણે મારો ફોન છીનવી લીધો અને મને ધક્કો પણ માર્યો. સાથે જ તિસ્તાએ પોતાને પહોંચેલી ઇજા પણ કોર્ટ સમક્ષ બતાવી હતી. તિસ્તાએ કહ્યું કે તેને તેના વકીલ સાથે પણ વાત કરવા દેવામાં આવી નથી. 
એટીએસ દ્વારા આ રીતે મને મુંબઇથી ગુજરાત કારમાં શા માટે લાવવામાં આવી? મને ડરાવવા માટે?  માનવાધિકાર વકીલોને આ રીતે ડરાવવા યોગ્ય છે? તેઓ ત્રણ વાગ્યે આવ્યા અને મારા વકીલ આવ્યા બાદ જ મને એફઆઇઆર બતાવી, શું એફઆઈઆરના આધારે ધરપકડ કાયદેસર છે?  મને નોટિસ કેમ આપવામાં નહોતી આવી?  મને બપોરે 3 વાગ્યાથી સવારે 10.30 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવી હતી.
મને મારા જીવનો ડર છે.  મારી સાથે છેડછાડ કરવામાં આવી છે, દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. જે બનાવટી કેસ છે તેના માટે એટીએસને શા માટે મોકલવી જોઈએ?  મારી અટકાયત અને ધરપકડ ગેરકાયદે છે. મને જામીન આપવામાં આવે.  હું માનવાધિકાર કાર્યકર્તા છું.  આ એક રાજકીય કેસ છે.  હું સહકાર આપી રહી છું અને તમામ કાનૂની તપાસ અને પ્રશ્નોમાં સહકાર આપીશ.
Advertisement
Tags :
Advertisement

.