Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બળજબરીથી ધર્માંતરણ ગંભીર મામલો, રોકવા માટે શું કરી રહી છે સરકાર ? સુપ્રીમે માંગ્યો જવાબ

સરકાર પાસે સુપ્રીમે માંગ્યો આ જવાબ સુપ્રીમ કોર્ટે બળજબરીથી ધર્માતરણ પર ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બળજબરીથી ધર્માંતરણ (Forced Religious Conversion) એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે દેશની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર અસર કરે છે, એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે તે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે શું કરી રહી છે. આ સાથે ગેરકાયદે ધર્માંતરણ પર કાયàª
11:31 AM Nov 14, 2022 IST | Vipul Pandya
સરકાર પાસે સુપ્રીમે માંગ્યો આ જવાબ 
સુપ્રીમ કોર્ટે બળજબરીથી ધર્માતરણ પર ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બળજબરીથી ધર્માંતરણ (Forced Religious Conversion) એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે દેશની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર અસર કરે છે, એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે તે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે શું કરી રહી છે. આ સાથે ગેરકાયદે ધર્માંતરણ પર કાયદાની માંગ અંગે 22 નવેમ્બર સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ મામલે સુનાવણીની આગામી તારીખ 28 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.
22 પગલાની વિગતો આપતા એફિડેવિટની માંગ 
સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્મ પરિવર્તન વિશે વાત કરી. સાથે જ સરકારને પૂછ્યું કે તે આવા મામલામાં શું કરી રહી છે. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે રાજ્યો પાસે આ મામલે કાયદો હોઈ શકે છે. પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે કેન્દ્ર આ મામલે શું કરી રહ્યું છે. ખંડપીઠે બળજબરીથી ધર્માંતરણ સામે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા 22 પગલાંની વિગતો આપતું એફિડેવિટ માંગ્યું છે.
આ પણ વાંચો - કર્ણાટકમાં ભગવા રંગમાં રંગાશે સ્કૂલોના ક્લાસરૂમ, વિપક્ષની ટીકાનો શિક્ષણમંત્રીએ આપ્યો સણસણતો જવાબ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
answerCentralGovernmentconversionforcedGujaratFirstMatterserioussupremecourt
Next Article