Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વભરમાંથી G-20 શેરપાઓનું ઉદયપુરમાં સ્વાગત

રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુર (Udaipur)માં પહેલી ઉચ્ચ સ્તરીય G-20 શેરપા બેઠક (G-20 Sherpa Meeting)સાથે ભારતના G-20ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ શરૂ થઇ ગયો છે. આ બેઠક 4થી 7 ડિસેમ્બર, 2022 સુધી ચાલશે જ્યાં ભારતની ‘અતિથિ દેવો ભવ’ની ભાવના સાથે દેશના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. G20Indiaનો શુભારંભભારત તરફથી G-20ના શેરપા અમિતાભ કાંતે ટ્વિટર પર લખ્યું કે “રાજ્સ્થાન તેના ભવ્ય ઐતિહાસિક વારસા અને à
વિશ્વભરમાંથી g 20 શેરપાઓનું ઉદયપુરમાં સ્વાગત
રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુર (Udaipur)માં પહેલી ઉચ્ચ સ્તરીય G-20 શેરપા બેઠક (G-20 Sherpa Meeting)સાથે ભારતના G-20ના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ શરૂ થઇ ગયો છે. આ બેઠક 4થી 7 ડિસેમ્બર, 2022 સુધી ચાલશે જ્યાં ભારતની ‘અતિથિ દેવો ભવ’ની ભાવના સાથે દેશના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરવામાં આવશે. 

G20Indiaનો શુભારંભ
ભારત તરફથી G-20ના શેરપા અમિતાભ કાંતે ટ્વિટર પર લખ્યું કે “રાજ્સ્થાન તેના ભવ્ય ઐતિહાસિક વારસા અને ઉષ્માભેર આદરસત્કાર માટે વિશ્વ પ્રસિદ્ધ છે. રાજસ્થાન ઉદયપુરમાં અતિથિદેવોભવની પરંપરાને ઉજાગર કરીને #G20Indiaનો શુભારંભ એ પ્રાસંગિક છે. અમારા ઘરે અમે @g20org પરિવારનું સ્વાગત કરીએ છીએ.  ”

પહેલા દિવસે પેનલ ચર્ચા
પ્રથમ દિવસે , ‘Transforming Lives: Accelerating Implementation of SDGs’ થીમ પર એક પેનલ ચર્ચા કરવામાં આવી હતી. 5 ડિસેમ્બરે બીજા દિવસે અમિતાભ કાંત ભારતની G20 અધ્યક્ષતા વિશેનું વિવરણ તમામ ડેલિગેટ્સ સમક્ષ રજૂ કરશે. ત્યારબાદ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ વિજય સેઠ, ફાઇનાન્સિયલ ટ્રેક અંગે સૌને માહિતગાર કરશે. ત્યારબાદ ડિજીટલ ઇકોનોમી, સ્વાસ્થ્ય અને શિક્ષણના વર્કિંગ ગ્રુપ અંતર્ગત, તકનીકી પરિવર્તન અંગે શેરપાઓનું એક સત્ર યોજાશે. 
વિવિધ વિષયો પર થશે ચર્ચા
આ પ્રકારના બીજા સત્રમાં ગ્રીન ડેવલપમેન્ટ અને લાઇફસ્ટાઇલ વિષય પર ડેવલપમેન્ટ, ઉર્જા, પર્યાવરણ અને ડીઆરઆર વર્કિંગ ગ્રુપ દ્વારા ચર્ચા કરવામાં આવશે. બાકીના સત્રના વિષયોમાં ઝડપી, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ, મલ્ટિલેટરલિઝમ, 3એફ (ફુડ, ફ્યુએલ, ફર્ટિલાઇઝર), મહિલાઓના નેતૃત્વમાં વિકાસ, પ્રવાસન અને સંસ્કૃતિ, નિષ્કર્ષ અને G20 ઇન્ડિયા દ્વારા આગળનો માર્ગ સહિતના વિષયો સામેલ છે.  
G20 ડેલિગેટ્સ રાજસ્થાનની જીવંત પરંપરાઓ અને સંસ્કૃતિને નિહાળશે. તેઓ બોટ દ્વારા ઉદયપુરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. તે સિવાય તેઓ માણેક ચોક, શિલ્પગ્રામ ક્રાફ્ટ વિલેજ, કુંભલગઢ કિલ્લો અને રણકપુર મંદિર પરિસરની મુલાકાત લેશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.