Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારમાં નવાજૂનીના એંધાણ, મુખ્યમંત્રી નિતીશ કુમારે ધારાસભ્યોને શું કહ્યું, જાણો

બિહારના રાજકારણમાં ફરી એક વાર ઉથલ પાથલ થઇ રહી છે.ભાજપ સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહેલા મુખ્યમંત્રી નિતીશ કુમારે પોતાના ધારાસભ્યોને આગામી 72 કલાક સુધી રાજધાની પટણાની બહાર ન જવાનું ફરમાન કર્યું છે. પોતાના પક્ષ જનતાદળ યુનાઇટેડના ધારાસભ્યોને તેમણે આ ફરમાન કર્યું છે. સીએમના આ ફરમાન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી 72 કલાક બિહારના રાજકારણ માટે મહત્વના સાબિત થાય તેમ લાગી રહ્ય
બિહારમાં નવાજૂનીના એંધાણ  મુખ્યમંત્રી નિતીશ કુમારે ધારાસભ્યોને શું કહ્યું  જાણો
બિહારના રાજકારણમાં ફરી એક વાર ઉથલ પાથલ થઇ રહી છે.ભાજપ સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહેલા મુખ્યમંત્રી નિતીશ કુમારે પોતાના ધારાસભ્યોને આગામી 72 કલાક સુધી રાજધાની પટણાની બહાર ન જવાનું ફરમાન કર્યું છે. પોતાના પક્ષ જનતાદળ યુનાઇટેડના ધારાસભ્યોને તેમણે આ ફરમાન કર્યું છે. સીએમના આ ફરમાન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી 72 કલાક બિહારના રાજકારણ માટે મહત્વના સાબિત થાય તેમ લાગી રહ્યું છે. 
પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યમંત્રી નિતીશ કુમાર પોતાના પક્ષના નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી રહ્યા છે. નિતીશ કુમારની સક્રિયતા જોતાં રાજ્યમાં રાજકારણમાં ઉથલ પાથલ આવે તેવું રાજકિય પંડીતો માની રહ્યા છે. શું નિતીશ કુમાર ફરી એક વાર પલટી જઇને ભાજપથી અલગ થઇ આરજેડી સાથે સરકાર બનાવી રહ્યા છે તેવી ચર્ચા પણ શરુ થઇ છે. આ તમામ પ્રશ્નના જવાબ આગામી 72 કલાકમાં મળી શકે છે. 
એક દિવસ પહેલાં જ સીએમ નિતીશ કુમારે પક્ષના કાર્યોલય પર મંત્રીઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.ત્યારબાદ લાલુ યાદવને ત્યાં પડેલા દરોડા અંગે તેમણે કહ્યું કે જેણે રેડ કરી છે તે જ કહી શકે. નિતીશના આ જવાબમાં લાલુ યાદવ પર દરોડાની કાર્યવાહીમાં ભાજપને જવાબદાર ઠેરવાયું છે તેવી ચર્ચા શરુ થઇ હતી. 
પાછળના ઘટના ક્રમોની વાત કરાય તો ત્રણ વખત નિતીશ કુમાર અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સાથે જોવા મળ્યા હતા. પહેલા પણ રાબડી દેવી અને તેજસ્વી યાદવ તરફથી નિતીશ કુમારને ઇફતાર પાર્ટી માટે આમંત્રણ મોકલાયું હતું પણ તે સામેલ થયા ન હતા પણ આ વખતે સામે ચાલીને નિતીશ કુમાર રાબડી દેવીના ઘેર ઇફતાર પાર્ટી માટે પહોંચ્યા હતા. 
આરજેડી પછી નિતીશના પક્ષ જેડીયુએ પણ ઇફતાર પાર્ટી આપી હતી અને તેમાં તેજસ્વી યાદવ અને લાલુના પરિવારના સભ્યોને બોલાવાયા હતા અને તેજસ્વી યાદવ અને નિતીશ કુમાર આ વખતે નજીક આવ્યા હતા. જાતીય જનગણનાના મુદ્દે થયેલી બેઠકમાં પણ બંને નેતાઓએ બંધ રુમમાં વાત કરી હતી. તેજસ્વી યાદવે સીએમને મળવા સમય માંગતા સીએમએ 24 કલાકમાં પણ તેમને બોલાવ્યા હતા. 
ચર્ચા એવી પણ છે કે નિતીશ કુમાર ભાજપનો સાથ છોડીને આરજેડી સાથે સરકાર બનાવી ચુક્યા હતા પણ તેની જાણકારી અગાઉથી મળી જતાં આ ગઠબંધન રોકવા માટે જ કેન્દ્ર સરકારે લાલુ પરિવાર પર સીબીઆઇની રેડ કરાવી હતી. 
લાલુ પરિવાર પર દરોડાના એક દિવસ પહેલાં જ તેજસ્વી યાદવ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા લંડન ગયા હતા અને આજે કે આવતીકાલે તેઓ પરત આવી શકે છે જેથી સવાલ ઉઠી રહ્યો છે તે શું નિતીશ કુમાર ભાજપ સાથે ગઠબંઘન તોડવા માટે તેજસ્વી યાદવની રાહ જોઇ રહ્યા છે?
Advertisement
Tags :
Advertisement

.