મહિલા સાંસદે મોંઘવારીનો વિરોધ 'બાહુબલી' અંદાજમાં કર્યો
દેશમાં મોંધવારીએ જનતાની કમર તોડી નાખી છે. સામાન્ય જનતા માટે જીવન હવે આસાન રહ્યું નથી. આ મોંઘવારીના વિરોધમાં વિપક્ષ સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે એકઠા થઇ સરકારના કાને પોતાની વાત પહોંચાડવા માગે છે. જોકે, આ દરમિયાન આજે એક મહિલા સાંસદ ગેસનો સિલિન્ડર લઇને બાહુબલી અંદાજમાં આવ્યા અને મોંઘવારીને લઇને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આજે દેશમાં મોંઘવારી તેના તમામ જુના રેકોર્ડ તોડી
Advertisement
દેશમાં મોંધવારીએ જનતાની કમર તોડી નાખી છે. સામાન્ય જનતા માટે જીવન હવે આસાન રહ્યું નથી. આ મોંઘવારીના વિરોધમાં વિપક્ષ સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે એકઠા થઇ સરકારના કાને પોતાની વાત પહોંચાડવા માગે છે. જોકે, આ દરમિયાન આજે એક મહિલા સાંસદ ગેસનો સિલિન્ડર લઇને બાહુબલી અંદાજમાં આવ્યા અને મોંઘવારીને લઇને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આજે દેશમાં મોંઘવારી તેના તમામ જુના રેકોર્ડ તોડી રહી છે. ત્યારે જનતા આ મોંઘવારીથી ત્રસ્ત થઇ ગઇ છે. જોકે, મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ સતત કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસે મંગળવારે મોંઘવારી અને ઈંધણની વધતી કિંમતોને લઇને સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વળી આજે પણ આ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આ દરમિયાન એક મહિલા સાંસદ ગેસ સિલિન્ડર લઇને વિરોધ કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, મહિલા સાંસદે બાહુબલી અંદાજમાં બંને હાથે સિલિન્ડર ઉંચકીને મોંઘવારી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત અન્ય કેટલાક સહયોગીઓએ સંસદ ભવન સંકુલમાં મોંઘવારી સામે વિરોધ કરવા અને અનેક આવશ્યક ખાદ્ય ચીજોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાના વિરોધમાં ધરણા કર્યા હતા.
આ સાંસદોએ મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણા કર્યા. આ લોકોએ એક બેનર પણ લગાવ્યું હતું જેમાં ગેસ સિલિન્ડરની તસવીર હતી અને લખવામાં આવ્યું હતું કે, "મોંઘવારીથી સામાન્ય નાગરિકોનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે, તેઓ કેવી રીતે જીવશે?" કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રિયા સુલે, શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને અન્ય ઘણા વિપક્ષો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, GST કાઉન્સિલના નિર્ણયના અમલ બાદ સોમવારથી ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ ગઈ છે. તેમાં લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના પર 5% GST લાગશે. મહત્વનું છે કે, રાજ્યસભા સચિવાલયે એક બુલેટિન જારી કરીને કહ્યું હતું કે સંસદ ભવન સંકુલનો ઉપયોગ ધરણા, પ્રદર્શન, હડતાળ, ઉપવાસ કે ધાર્મિક કાર્યક્રમો માટે કરી શકાય નહીં. ધરણા, પ્રદર્શન અંગેનું આ બુલેટિન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ એક દિવસ પહેલા લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલા અસંસદીય શબ્દોના સંકલન પર સરકાર પર નિશાન સાધ્યું હતું.