Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અલગ-અલગ સ્કિમથી પિતા-પુત્રએ કરી 28 કરોડથી વધુની છેતરપીંડી, પિતાની ધરપકડ, પુત્ર ફરાર

સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદ્યાર્થીઓને ટેબ્લેટ તેમજ અલગ-અલગ રોકાણ સ્કિમના બહાને છેતરપિંડી કરતા પિતા પુત્ર વિરુધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે 28 કરોડ 78 લાખની છેતરપીંડીના કેસમાં પોલીસે પિતા ની ધરપકડ કરી છે. જોકે આરોપી પુત્ર ફરાર છે. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ ની માહિતી મેળવી તેમના સુધી પહોચી હતી..બોગસ કંપની ખોલી તેમાં લોકો પાસે રોકાણ કરાવ્યું અમદાવાદ સ
અલગ અલગ સ્કિમથી પિતા પુત્રએ કરી 28 કરોડથી વધુની છેતરપીંડી  પિતાની ધરપકડ  પુત્ર ફરાર
સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદ્યાર્થીઓને ટેબ્લેટ તેમજ અલગ-અલગ રોકાણ સ્કિમના બહાને છેતરપિંડી કરતા પિતા પુત્ર વિરુધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે 28 કરોડ 78 લાખની છેતરપીંડીના કેસમાં પોલીસે પિતા ની ધરપકડ કરી છે. જોકે આરોપી પુત્ર ફરાર છે. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ ની માહિતી મેળવી તેમના સુધી પહોચી હતી..
બોગસ કંપની ખોલી તેમાં લોકો પાસે રોકાણ કરાવ્યું 
અમદાવાદ સાઇબર ક્રાઇમે ઝડપી લીધેલા આરોપીનું નામ ઠાકરશીભાઈ આનંદભાઈ ખેની છે. જે મૂળ સુરતના વરાછા વિસ્તારનો રહેવાસી છે. પરંતુ આરોપી અને તેના દીકરાએ અમદાવાદના એક વેપારી સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટના ઈન્વેસ્ટમેન્ટ પર 30 ટકાથી વધુનું પ્રોફિટ બતાવી છેતરપિંડી કરી હતી.. ફરિયાદીને આરોપી પિતા-પુત્રએ  28 કરોડ 87 લાખ 88 હજાર 720 રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. આરોપીઓ યસ વર્લ્ડ પ્રોડ્યુસ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપની ધરાવી અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવતા હતા.. જેમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બહાને પણ છેતરપિંડી કરવામાં આવતી હતી..
28 કરોડથી વધુની છેતરપીંડી 
અમદાવાદ સાયબર ક્રાઈમ માં 28 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ઠાકરસિભાઈ ખેની અને તેમના દિકરા સાવન ખેનીની શોધખોળ હાથ ધરી હતી..જેમાં આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર.. બેન્ક એકાઉન્ટ ની વિગત તથા આઈએમઈઆઈ નંબર અને આપી એડ્રેસ મેળવી આરોપીની શોધખોળ કરતા ઠાકરશીભાઈ ખેની સુરત ખાતેથી મળી આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચ ની મદદથી ઘરપકડ કરવામાં આવી છે.. જોકે તેમનો પુત્ર હજી પણ ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અલગ-અલગ સ્કીમો બનાવી આચરી છેતરપીંડી 
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા પુત્ર 2016 થી સોફ્ટવેર કંપની ચલાવે છે.. અને કસ્ટમર પાસેથી બેંકમાં રૂપિયા જમા કરાવવા.સ્ટુડન્ટ્સને ટેબલેટ આપવા. રોકાણમાં વધુ નફો આપવો, જેવી અલગ અલગ સ્કીમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરે છે. જેથી પોલીસે આરોપીના મોબાઇલ અને કોમ્પ્યુટર જમા કરી આરોપીઓએ કેટલા રૂપિયા ક્યારે કોની પાસેથી મેળવ્યા તે અંગે તપાસ હાથ ધરી છે જેથી કરી આરોપી વિરુદ્ધ વધુ ફરિયાદો થઈ શકે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.