Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સચિનમાં થયેલા કેમિકલ કાંડના ફરાર આરોપીને ઝડપી પાડવામાં પણ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા

સુરત (Surat) શહેર પોલીસ (Police) દ્વારા સતત નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ (Surat Police) દ્વારા અત્યાર સુધીમાં ઘણા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા સચિનમાં થયેલા કેમિકલ કાંડના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પણ ક્રાઈમ બ્રાન્ચને (Crime Branch) સફળતા મળી છે.એક વર્ષ પહેલા બની હતી ઘટનાઆજથી આજથી એક વર્ષ પહેલા સુરતનàª
સચિનમાં થયેલા કેમિકલ કાંડના ફરાર આરોપીને ઝડપી પાડવામાં પણ ક્રાઈમ બ્રાન્ચને મળી  સફળતા
સુરત (Surat) શહેર પોલીસ (Police) દ્વારા સતત નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ (Surat Police) દ્વારા અત્યાર સુધીમાં ઘણા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા સચિનમાં થયેલા કેમિકલ કાંડના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પણ ક્રાઈમ બ્રાન્ચને (Crime Branch) સફળતા મળી છે.
એક વર્ષ પહેલા બની હતી ઘટના
આજથી આજથી એક વર્ષ પહેલા સુરતના સચિન વિસ્તારમાં વિશ્વ પ્રેમ મિલ પાસે ખુલ્લામાં ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું.  કેમિકલ છોડવામાં આવતો હતો તે સમયે ગુંગણાંમણ થવાને કારણે 9 લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. આ 23 લોકોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ગુના સંદર્ભે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે વિવિધ કલમો ની સાથે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની કલમનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3,000 થી વધુ પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી હતી. પરંતુ સમગ્ર કેસનો મુખ્ય સૂત્રધાર એવો આરોપી નાસ્તો ફરતો હતો. જેને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
કેમિકલ સગેવગે કરતો
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ આરોપી ચોક્કસ સમયે આ જગ્યા ઉપર આવવાનો છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક બની. અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા હાથ લાગી. છેલ્લા એક વર્ષથી કેમિકલ કાંડનો નાસ્તો ફરતો આરોપી બબલુ પાલ જે મુંબઈનો રહેવાસી છે. એ ક્રાઈમ બ્રાન્ચના હાથે ચઢ્યો છે. બબલુ પાલ ઘણા સમયથી કંપનીઓમાંથી ગેરકાયદેસર કેમિકલ કાઢીને સગેવગે વગેરે કરવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બબલુ પાલ કેમિકલ કંપનીઓમાંથી ગેરકાયદેસર કેમિકલ ટેન્કર દ્વારા બહાર લાવતો હતો અને ત્યારબાદ કોઈપણ જગ્યાએ કેમિકલ ઠાલવીને તેનો નિકાલ કરતો હતો. ગેરકાયદેસર કેમિકલ ને સગે વગે કરતા આવા લોકો ઉપર ખરેખર તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લગામ લગાવવાની જરૂર હોય છે. પરંતુ ક્યાંક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોતાની કામગીરી ન કરી શકતા પોલીસે કાર્યવાહી કરવી પડે છે.
કેવી રીતે થાય છે કેમિકલની હેરાફેરી
ગુજરાત રાજ્યના જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓ વધુ પડતા કેમિકલ બનાવતી હોવાને કારણે કેટલીક વખત તેઓ આ કેમિકલ ને કોમન ઇન્ફ્યુએન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની અંદર નથી નાખી શકતા જેના કારણે વેસ્ટ હેઝાર્ડસ કેમિકલને તેઓ બબલુ પાલ જેવા કોન્ટ્રાક્ટરોને આપી દે છે બબલુ પાલ જેવા કોન્ટ્રાક્ટરો ટેન્કર થકી થી આ કેમિકલ ને કંપનીમાંથી બહાર કાઢે છે અને ત્યારબાદ જગ્યા ઉપર કેમિકલ નો નિકાલ કરી દે છે કેટલીક વખત તો આ બબલુ જેવા લોકો કેટલીક જગ્યાઓ ઉપર બોર કરીને કેમિકલ નું સીધું પાણી જમીનમાં ઉતારી દેતા હોય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.