Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરી એકવાર આદિવાસી મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, જાણો કઇ બાબતનો રાખ્યો ખાર ?

ઝનોરમાં ગ્રામ પંચાયતની મહિલા આદિવાસી સરપંચ ઉપર નવ લોકોએ  મચ્છી તળાવનો ઠરાવ રદ કરવા મામલે જીવલેણ હુમલો કરતા મહિલા સરપંચને ઇજાઓ થઈ હતી.  સમગ્ર મામલો નબીપુર પોલીસમાં પહોંચતા પોલીસે તમામ ૯ લોકોની ધરપકડ કરી છે.  મંજુબેન વસાવાએ અગાઉ થયેલા કેટલાક ઠરાવો રદ કર્યા ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી જનોર ગ્રામ પંચાયતમાં આદિવાસી મહિલા સરપંચ બિરાજમાન છે જેમાં મહિલા સરપંચ મંજુબે
ફરી એકવાર આદિવાસી મહિલા સરપંચ પર જીવલેણ હુમલો  જાણો કઇ બાબતનો રાખ્યો ખાર
ઝનોરમાં ગ્રામ પંચાયતની મહિલા આદિવાસી સરપંચ ઉપર નવ લોકોએ  મચ્છી તળાવનો ઠરાવ રદ કરવા મામલે જીવલેણ હુમલો કરતા મહિલા સરપંચને ઇજાઓ થઈ હતી.  સમગ્ર મામલો નબીપુર પોલીસમાં પહોંચતા પોલીસે તમામ ૯ લોકોની ધરપકડ કરી છે.  

મંજુબેન વસાવાએ અગાઉ થયેલા કેટલાક ઠરાવો રદ કર્યા 
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી જનોર ગ્રામ પંચાયતમાં આદિવાસી મહિલા સરપંચ બિરાજમાન છે જેમાં મહિલા સરપંચ મંજુબેન બાબરભાઈ વસાવાએ અગાઉ થયેલા કેટલાક ઠરાવો રદ કર્યા હતા જેમાં મચ્છી તળાવનો ઠરાવ રદ કરવામાં આવતા તે મુદ્દે નવ લોકોએ મહિલા સરપંચ રાબેતા મુજબ ગ્રામ પંચાયત ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં રોકી તેણીને જાતિ વિષયક શબ્દો બોલી તેની સાથે મારામારી કરતા મહિલા સરપંચનો પતિ બાબર વસાવા પણ આવી ગયો હતો અને તેની ઉપર પણ હુમલો કરાયો હતો સાથે અન્ય એક મહેશ નામનો વ્યક્તિ પણ વચ્ચે પડતા તેની ઉપર પણ હુમલો થયો હોય જેના કારણે ત્રણેય ઇજાગ્રસ્તો તાબડતોબ નજીકના નબીપુર પોલીસ પથકે દોડી ગયા હતા અને હુમલો કરનારા નવ લોકો સામે રાઇટીંગ જાતિ વિષય ગાળો ભાંડવા મુદ્દે એટ્રોસિટી તથા જાનથી મારી નાખવાની ધમકી અને મારા મારી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી જેમાં નબીપુર પોલીસે ૯ લોકો સામે ગુનો દાખલ કરી તમામની ગણતરીના કલાકોમાંજ ધરપકડ કરી હતી.

આદિવાસી પરિવારોએ ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી
ઝનોર ગ્રામ પંચાયતની મહિલા સરપંચ તથા આદિવાસી સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ઝનોર ગામના આદિવાસી પરિવારોએ પણ મેદાનમાં ઊતરી પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ હુમલો કરનારા તત્વો સામે કડકમાં કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આદિવાસી પરિવારોએ ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી અને ભરૂચ કલેકટરને પણ લેખિત આવેદન પત્ર પાઠવી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી
આ કરાર પણ રદ કરવામાં આવ્યો 
ધર્મશાળા નજીક ખેડૂતની ખેતીની જમીન ભૂમાફિયાઓને પોતાના વાહનો પસાર કરવા માટે આપી હતી અને તે અંગેનો ઠરાવ પણ જૂની ગ્રામ પંચાયતની બોડી એ કર્યો હતો પરંતુ આદિવાસી મહિલા સરપંચની બોડી આવતા ખેડૂતની ખેતીની જમીનમાંથી પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીથી કપાસ સહિતના પાકને નુકસાન થતું હોવાની ફરિયાદ અને સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય હોવાના કારણે પણ જુના ઠરાવો પણ રદ કરવામાં આવ્યો હતો અને આ જગ્યાએ ખાણ ખનીજ અને મામલતદાર ની ટીમે બે થી ત્રણ વાર રેડ કરી કામગીરી પણ બંધ કરાવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.