Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાહુલ ગાંધીને વિદેશ મંત્રીનો જવાબ, રાજકીય ટીકા ટિપ્પણીથી વાંધો નથી, પરંતુ સેનાનું અપમાન ન થવું જોઇએ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લોકસભામાં પલટવાર કર્યો. તેમણે કહ્યું કે અમને રાજકીય ટીકાથી કોઈ વાંધો નથી, પરંતુ આપણા જવાનોનું અપમાન ન થવું જોઈએ. જ્યારે હું જોઉં છું કે કોણ સલાહ આપી રહ્યું છે, ત્યારે હું ફક્ત નમન કરી શકું છું. મારપીટ શબ્દનો ઉપયોગ જવાનો માટે ન થવો જોઈએ.ચીન સાથેના સંબંધો પર મોટી વાતતેમણે કહ્યું કે જો અમે ચીન પ્રત્યે ઉદાસીન હોત તો ભારàª
રાહુલ ગાંધીને વિદેશ મંત્રીનો જવાબ  રાજકીય ટીકા ટિપ્પણીથી વાંધો નથી  પરંતુ સેનાનું અપમાન ન થવું જોઇએ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લોકસભામાં પલટવાર કર્યો. તેમણે કહ્યું કે અમને રાજકીય ટીકાથી કોઈ વાંધો નથી, પરંતુ આપણા જવાનોનું અપમાન ન થવું જોઈએ. જ્યારે હું જોઉં છું કે કોણ સલાહ આપી રહ્યું છે, ત્યારે હું ફક્ત નમન કરી શકું છું. મારપીટ શબ્દનો ઉપયોગ જવાનો માટે ન થવો જોઈએ.
ચીન સાથેના સંબંધો પર મોટી વાત
તેમણે કહ્યું કે જો અમે ચીન પ્રત્યે ઉદાસીન હોત તો ભારતીય સેનાને સરહદ પર કોણે મોકલી. જો અમે ચીન પ્રત્યે ઉદાસીન છીએ ,તો આજે અમે શા માટે ચીન પર ડી-એસ્કેલેશન અને ડિસ એેંગેજમેન્ટ માટે દબાણ કરી રહ્યા છીએ ? શા માટે અમે જાહેરમાં કહીએ છીએ કે ભારત-ચીન વચ્ચેના સંબંધો સામાન્ય નથી રહ્યા. 
સેનાનું સન્માન અને પ્રશંસા થવી જોઈએ: જયશંકર
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે આપણે આપણા જવાનોની સીધી કે આડકતરી રીતે ટીકા ન કરવી જોઈએ. આપણા સૈનિકો યાંગત્સેમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર ઉભા રહીને આપણી સરહદની રક્ષા કરી રહ્યા છે. તેમનો આદર અને તેમની પ્રશંસા કરવી જોઈએ.
પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો
જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિશેના વિવાદાસ્પદ નિવેદન પર પણ ટિપ્પણી કરી હતી. જયશંકરે કહ્યું કે ભારતને પાકિસ્તાન પાસેથી ક્યારેય મોટી અપેક્ષાઓ નથી. એક કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ કહ્યું કે અમને પાકિસ્તાન પાસેથી કોઈ અપેક્ષા નથી. આ પહેલા વિદેશ મંત્રાલયે બિલાવલની ટિપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે આ નિવેદન પાકિસ્તાનનું નવું નિમ્ન સ્તર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.