Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘા શિક્ષણનો માર! નવા સત્રની શરૂઆત પહેલા સ્ટેશનરીના ભાવમાં તોતીંગ વધારો

દેશમાં મોંઘવારીએ સામાન્ય જનતાને કેવી રીતે જીવવું તે સવાલની આસપાસ પહોંચાડી દીધો છે. ત્યારે હવે શિક્ષણ પણ મોંઘુ થવા જઇ રહ્યું છે. જીહા, હવે તમારા ભૂલકાને ભણાવવા પાછળ તમારે વધુ ખર્ચ કરવો પડશે. એક તરફ કોરોના હજુ પૂરી રીતે આપણા જીવનમાંથી દૂર થયો નથી ત્યારે બીજી તરફ નોકરી-ધંધો ખોઇ બેસેલા ઘણા લોકો માટે આ એક મોટી આફતથી ઓછું નથી. કોરોનાની બીજી લહેર બાદથી તેના કેસમાં ઘણો ઘટાડો થયો છે. જોકે, ત
મોંઘા શિક્ષણનો માર  નવા સત્રની શરૂઆત પહેલા સ્ટેશનરીના ભાવમાં તોતીંગ વધારો
દેશમાં મોંઘવારીએ સામાન્ય જનતાને કેવી રીતે જીવવું તે સવાલની આસપાસ પહોંચાડી દીધો છે. ત્યારે હવે શિક્ષણ પણ મોંઘુ થવા જઇ રહ્યું છે. જીહા, હવે તમારા ભૂલકાને ભણાવવા પાછળ તમારે વધુ ખર્ચ કરવો પડશે. એક તરફ કોરોના હજુ પૂરી રીતે આપણા જીવનમાંથી દૂર થયો નથી ત્યારે બીજી તરફ નોકરી-ધંધો ખોઇ બેસેલા ઘણા લોકો માટે આ એક મોટી આફતથી ઓછું નથી. 
કોરોનાની બીજી લહેર બાદથી તેના કેસમાં ઘણો ઘટાડો થયો છે. જોકે, તેની અસર હજુ સંપૂર્ણપણે ભૂલાઇ શકાય તેમ નથી. આ ખરાબ સમયથી કઇંક કરીને બહાર આવેલા લોકો માટે વધુ એક મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. શાળામાં તમારા બાળકને મોકલામાં જે ખર્ચ તમારે પહેલા કરવો પડતો હતો તેમા હવે વધારો થઇ રહ્યો છે. આવતા સોમવાર એટલે કે 13 જૂનના રોજ રાજ્યમાં શાળાઓનું વેકેસન પૂર્ણ થયા બાદ બાળકોના નવા સત્રની તૈયારીઓમાં વાલીઓ લાગી ગયા છે. વાલીઓ માટે શાળાની ફી તો પહેલાથી સીરદર્દ હતી જ પરંતુ હવે સ્ટેશનરીના ખર્ચમાં પણ વધારો થઇ ગયો છે. બાળકોના સ્કૂલ યુનિફોર્મ, બેગ, શૂઝ આ ઉપરાંત સ્ટેશનરીનો ખર્ચ શાળા ફી કરતા અલગ કરવો પડતો હોય છે. ત્યારે હવે આ શાળા ફી સિવાયના અન્ય ખર્ચામાં 25 થી 35 ટકાનો વધારો થઇ ગયો છે. અલગ-અલગ જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓના ભાવ વધારાથી પહેલા જ પરેશાન રહેતા લોકો માટે આ એક મોટી મુસિબતથી ઓછું નથી. 
કોરોનાકાળમાં બાળકો માટે ઓનલાઈન ક્લાસની સુવિધા હતી, આ કારણોસર વાલીઓને માત્ર શાળાની ફીનો ખર્ચ જ થયો હતો. પરંતુ હવે બાળકો શાળાએ જવા લાગ્યા છે, આ કારણોસર વાલીઓના ખર્ચમાં પણ વધારો થઇ ગયો છે. કોરોના મહામારી દરમિયાન તો લોકો પરેશાન થયા જ હતા પરંતુ હવે તેના મહદ અંશે કેસ સામે આવી રહ્યા છે ત્યારે મોંઘવારીએ ખિસ્સા ખાલી કરી દીધા છે. જે રીતે મોંઘવારીમાં વધારો થયો છે તેના કારણે વાલીઓના બજેટ પર તેની સીધી અસર થઇ રહી છે. હવે બાળકોની સ્ટેશનરીની લગભગ તમામ વસ્તુઓમાં 25થી 35 ટકાનો વધારો ઝીંકાઇ ગયો છે. આ જ કારણ છે કે સ્ટેશનરી વેપારીઓએ મોટી સંખ્યામાં તમામ વસ્તુઓ ગોડાઉનમાં ભરી દીધી છે પરંતુ પરિસ્થિતિ એવી બની રહી છે કે, વેપારમાં મંદી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, મોંઘવારી વધતા લોજીસ્ટિક ખર્ચ, પેટ્રોલિયમ ખર્ચ વધ્યા હોવાને કારણે શાળાના શૂઝના ભાવમાં વધારો થયો છે. 
વળી પુસ્તકોના વેપારીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ બાદ કાગળની ખૂબ જ અછત ઉભી થઈ ગઈ છે. જેના કારણે પુસ્તકોની કિંમતમાં 25 ટકાનો ધરખમ વધારો થયો છે. હાલ જુના પુસ્તકો જ વધુ વેચાઈ રહ્યા છે અને બજારમાં પણ સન્નાટો છે. અમે વેપારીઓ ગ્રાહકોની જ રાહ જોઈ રહ્યા છીએ. ગ્રાહકો ન હોવાના કારણે સ્ટેશનરીમાં વેચાણ પણ 50 ટકા ઘટ્યું છે. આવી સ્થિતિ સ્કૂલબેગના વેપારીઓની પણ છે, સ્કૂલ બેગના વેપારીએ જણાવ્યું હતું કે, 2 વર્ષ ઓફલાઇન ભણતરના કારણે બેગનું વેચાણ થયું નથી ત્યારે હવે ફરીથી સ્કૂલો શરૂ થવાની છે તેને લઈને તૈયારી કરી. પરંતુ અમારે બધું મટીરિયલ ઇમ્પોર્ટેડ હોય છે, જેના કારણે બહારથી આવતા મટીરિયલના ભાવ વધ્યા છે. કોરોના બાદ લેબર છે નહીં, જેના કારણે પ્રોડક્શન થતું નથી અને હવે જેટલી જરૂર છે તેની સામે માલ નથી જેના કારણે ભાવમાં 25 ટકાનો વધારો છે. હવે જોવાનું રહેશે કે આ તોતીંગ ભાવ વધારામાં ક્યારે ઘટાડો થશે.
Advertisement
Tags :
Advertisement

.