આરોગ્ય માટે વ્યાયામ, યોગ્ય આહાર, વિચાર અને જીવનશૈલી જાહેરાતનો વિકલ્પ બની શકે નહીં
આજકાલ આપણા આરોગ્ય સામે ઊભા થયેલા જોખમોમાં સૌથી વધારે ઉડીને આંખે વળગે તેવો કોઈ ખતરો કે જોખમ હોય તો તે છે જાહેર માધ્યમોમાં છપાતી કે દેખાતી છેતરામણી લોભામણી જાહેરાતો. સ્વસ્થ શરીર માટે સ્વસ્થ આહાર વિહારની જરૂરિયાતએ મૂળભૂત જરૂરિયાત છે, અને આહાર અને વિહાર આપણા રસોડામાંથી જ આવે છે. અને આ આદતો માતા-પિતાની કે પરિવારની કે શાળાના શિક્ષકો દ્વારા અપાતા સંસ્કારોમાંથી કેળવાતી હોય છે. આજે ઉપà
આજકાલ આપણા આરોગ્ય સામે ઊભા થયેલા જોખમોમાં સૌથી વધારે ઉડીને આંખે વળગે તેવો કોઈ ખતરો કે જોખમ હોય તો તે છે જાહેર માધ્યમોમાં છપાતી કે દેખાતી છેતરામણી લોભામણી જાહેરાતો.
સ્વસ્થ શરીર માટે સ્વસ્થ આહાર વિહારની જરૂરિયાતએ મૂળભૂત જરૂરિયાત છે, અને આહાર અને વિહાર આપણા રસોડામાંથી જ આવે છે. અને આ આદતો માતા-પિતાની કે પરિવારની કે શાળાના શિક્ષકો દ્વારા અપાતા સંસ્કારોમાંથી કેળવાતી હોય છે. આજે ઉપરના એકમોની જવાબદારી ઘટી છે અને ભ્રામક જાહેરાતોનો પ્રભાવ ખુબ વધી ગયો છે. કોઈ ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી તમારા દાંતનું આયુષ્ય વધી જાય અને તે ચમકદાર બની જાય તેવી કોઈ જાહેરાત કોઈ ચમત્કારથી કમ નથી.
તમારા બાળકને અપાતા દૂધમાં કોઈ ચોક્કસ પ્રકારનો વિટામિનનો પાઉડર ઉમેરી દેવાથી તેની ઊંચાઈ વધી જાય, તે સશક્ત થઈ જાય અને તે શાળાની કોઈ રમતમાં કે પ્રવૃત્તિઓમાં પ્રથમ આવી જાય તેવી જાહેરાત પણ ચમત્કારથી કમ નથી. કોઈ ચોક્કસ પ્રકારની ક્રીમ કે ફેશવોશનો ઉપયોગ કરવાથી ગણતરીના દિવસોમાં જ કોઈ કન્યાનો ચહેરો ચમકીલો અને આકર્ષક બની જાય તેવી જાહેરાત પણ ચમત્કારથી કમ નથી.
કોઈ ચોક્કસ પ્રકારનો મુખવાસ તમારો મૂડ બદલી નાખે અને એ મૂડ તમને તમારા ધંધા રોજગાર કે બિઝનેસમાં સફળ બનાવી દે તેવી જાહેરાત પણ ચમત્કારથી કમ નથી. કોઈ ચોક્કસ પ્રકારના સોફા કે ગાદલા પર સુવો તો તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય તેવી જાહેરાત પણ કોઈ ચમત્કારથી કમ નથી.
ઉપર જણાવી તેવી જાહેરાતોમાં કદાચ સત્યનો અંશ હશે પણ તે સાર્વત્રિક સત્ય નથી. આરોગ્ય માટે વ્યાયામ, યોગ્ય આહાર, યોગ્ય વ્યવહાર, યોગ્ય વિચાર અને યોગ્ય જીવનશૈલી જાહેરાતનો વિકલ્પ બની શકે નહીં.
Advertisement