Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંજય રાઉતની પત્ની અને સત્યેન્દ્ર જૈનના પરિવારની કરોડોની સંપતિ જપ્ત, રાઉત બોલ્યા - અસત્યમેવ જયતે!

મંગળવારે ઇડી દ્વારા મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઇડીએ સત્યેન્દ્ર જૈનના પરિવાર અને સંજય રાઉતની પત્નીની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. આ બંને અલગ-અલગ કેસમાં ઇડીએ કાર્યવાહી કરી છે. જેમાંથી એક કેસ શિવસેનાના નેતા સંજય રાઉતની પત્ની સાથે જોડાયેલો છે, જ્યારે બીજો AAP નેતા સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે સંબંધિત છે.સંજય રાઉતની પત્નીના પ્લેટ અને ફલેટ જપ્તસંજય રાઉતàª
11:56 AM Apr 05, 2022 IST | Vipul Pandya
મંગળવારે ઇડી દ્વારા મહારાષ્ટ્રમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઇડીએ સત્યેન્દ્ર જૈનના પરિવાર અને સંજય રાઉતની પત્નીની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. આ બંને અલગ-અલગ કેસમાં ઇડીએ કાર્યવાહી કરી છે. જેમાંથી એક કેસ શિવસેનાના નેતા સંજય રાઉતની પત્ની સાથે જોડાયેલો છે, જ્યારે બીજો AAP નેતા સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે સંબંધિત છે.
સંજય રાઉતની પત્નીના પ્લેટ અને ફલેટ જપ્ત
સંજય રાઉતની પત્ની સાથે જોડાયેલા કેસના તાર પાત્રા જમીન કૌભાંડ સાથે જોડાયેલા છે. જેના પર કાર્યવાહી કરીને EDએ 11 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાંથી 9 કરોડની સંપત્તિ પ્રવીણ રાઉતની છે, જ્યારે 2 કરોડની સંપત્તિ સંજય રાઉતની પત્નીની છે. ઇડીએ 1034 કરોડના પાત્રા જમીન કૌભાંડમાં શિવસેના નેતા સંજય રાઉતની પત્નીની જે સંપત્તિ જપ્ત કરી છે તેમાં અલીબાગમાં આવેલા પ્લોટ અને દાદરનો ફ્લેટ સામેલ છે. આ કેસમાં ઇડીએ સંજય રાઉતના દોસ્ત પ્રવીણ રાઉતની ધરપકડ પણ કરી હતી. ઇડીએ આ કેસમાં ગયા અઠવાડીયે ચાર્જશીટ પણ દાખલ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે પ્રોપ્રર્ટીન ખરીદી માટે અપરાધનો રસ્તો અપનાવાયો છે.  
સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે સંકળાયેલો કેસ
બીજો કેસ AAP નેતા સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે સંબંધિત છે. જેમાં 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કેસ મની લોન્ડરિંગ સાથે જોડાયેલો છે. એવું કહેવામાં આવ્યું છે કે જૈનના પરિવારના સભ્યો એવી કોઈ ફર્મ સાથે સંકળાયેલા હતા જેની પીએમએલએ હેઠળ તપાસ ચાલી રહી છે. આ કેસમાં જેમની મિલકતો જપ્ત કરવામાં આવી છે તેમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. તેમની સામે પીએમએલએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સંજય રાઉતે કહ્યું- અસત્યમેવ જયતે
સંજય રાઉતે પણ EDની કાર્યવાહી પર ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું, 'અસત્યમેવ જયતે!!' આ સાથે જ ભાજપના નેતા કિરીટ સોમૈયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સંજય રાઉતે EDને કહ્યું હતું કે તેણે પ્રવીણ રાઉતને 55 લાખ રૂપિયાનો ચેક પરત કર્યો છે. પ્રવીણ અત્યારે જેલમાં છે. સવાલ એ છે કે શું સંજય રાઉત તેનો બિઝનેસ પાર્ટનર હતો? મેં આ કેસમાં સંજય રાઉતની ભૂમિકાની તપાસ માટે ED સમક્ષ માગ કરી છે.
Tags :
AAPedGujaratFirstMaharashtraSanjayRautSatyendraJainShivSena
Next Article