15 લાખની લાંચ માગવાના કેસમાં ઇડી ઓફિસર પકડાયો
રાજસ્થાનના જયપુરમાં ED ઓફિસર સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે. EDના એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. લાંચ લેવાનો આરોપી નવલ કિશોર મીણા ઇમ્ફાલ (મણિપુર) ઓફિસમાં તહેનાત છે. આ સાથે તેમના સહયોગી અને જુનિયર આસિસ્ટન્ટ...
04:43 PM Nov 02, 2023 IST
|
Vipul Pandya
રાજસ્થાનના જયપુરમાં ED ઓફિસર સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે. EDના એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. લાંચ લેવાનો આરોપી નવલ કિશોર મીણા ઇમ્ફાલ (મણિપુર) ઓફિસમાં તહેનાત છે. આ સાથે તેમના સહયોગી અને જુનિયર આસિસ્ટન્ટ સબ-રજીસ્ટ્રાર (મુંડાવર) બાબુલાલ મીણા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 15 લાખની લાંચના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.