Rajasthan : જયપુરમાં ED ઓફિસર 15 લાખના લાંચ કેસમાં ઝડપાયો
રાજસ્થાનના જયપુરમાં ED ઓફિસર સામે ACBએ મોટી કાર્યવાહી કરી છે. EDના એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. લાંચ લેવાનો આરોપી નવલ કિશોર મીણા ઇમ્ફાલ (મણિપુર) ઓફિસમાં તહેનાત છે. આ સાથે તેમના સહયોગી અને જુનિયર આસિસ્ટન્ટ સબ-રજીસ્ટ્રાર (મુંડાવર) બાબુલાલ મીણા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 15 લાખની લાંચના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓની સંપત્તિ જપ્ત ન થાય તે માટે લાંચ તરીકે મોટી રકમની માંગણી
ED ઓફિસર નવલકિશોર મીણા પર આરોપ છે કે તેમણે ચિટફંડ અંગે નોંધાયેલા કેસમાં આરોપીઓની સંપત્તિ જપ્ત ન થાય તે માટે લાંચ તરીકે મોટી રકમની માંગણી કરી હતી. એસીબીની ટીમ ઈડીના અધિકારી અને સહયોગીના ઘર સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એસીબીના એડીજી હેમંત પ્રિયદર્શિનીએ આ માહિતી આપી છે.
આરોપી ED અધિકારી ACB કસ્ટડીમાં
એસીબીએ ગુરુવારે આ મોટી કાર્યવાહી કરી હતી. પ્રોપર્ટી એટેચ ન કરવાના બદલામાં આરોપી અધિકારી નવલ કિશોર મીણા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આરોપી અધિકારી નવલ કિશોર માટે એક વચેટિયો લાંચની માંગ કરી રહ્યો હતો. એસીબીએ લાંચ લેનારને પણ ઝડપ્યો છે. EDના અધિકારીઓ અને અન્ય આરોપીઓ ACBની કસ્ટડીમાં છે. હાલ બંનેની એસીબી હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
જયપુર, બહેરોર અને નીમરાનામાં ACBની કાર્યવાહી
બાબુલાલ મીણાને નીમરાના સ્થિત તેમના ઘરેથી પકડવામાં આવ્યો છે. બાબુલાલ 15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ઇમ્ફાલમાં ચાલી રહેલા એક કેસ સાથે જોડાયેલા કેસમાં લાંચની માંગણી કરવામાં આવી હતી. નીમરાનાની સાથે બહેરોર અને જયપુરમાં પણ એસીબીની કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ એસીબીની કાર્યવાહીના પગલે મુંડાવર તાલુકા સંકુલમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ચુપકીદી છે. તહસીલદાર અને અન્ય કર્મચારીઓ ગુમ છે.
આ પણ વાંચો---આનંદીબેન પટેલને હાજર થવાનું સમન્સ મોકલવું ભારે પડ્યું , જાણો SDM સામે શું થઇ કાર્યવાહી