Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેરીની છાલ ભૂલથી પણ ના ફેંકો, તેને ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

અત્યારે  બજારમાં વ્યાપક પ્રમાણમાં કેરી ઉપલબ્ધ જોવા મળી રહી છે. સામાન્ય રીતે કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. કેરી સ્વાદમાં મીઠી છે તેટલી જ તે સ્વાસ્થ્ય માટે  લાભદાયી છે. પણ શું તમે જાણો છો કે આરોગ્ય માટે કેરીનું સેવન જેટલું લાભદાયક છે એટલી જ લાભદાયક કેરીની છાલ છે, જે સામાન્ય રીતે ફેકી દેવામાં આવે છે. કેરીની છાલ વિવિધ પૌષ્ટીક ગુણોથી ભરપૂર હોય છે. કેરીની છાલમાં ખૂબ જ પ્રમાણમાં એન્ટ
કેરીની છાલ ભૂલથી પણ ના ફેંકો  તેને ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

અત્યારે  બજારમાં વ્યાપક પ્રમાણમાં કેરી ઉપલબ્ધ જોવા મળી રહી છે. સામાન્ય રીતે કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. કેરી સ્વાદમાં મીઠી છે તેટલી જ તે સ્વાસ્થ્ય માટે  લાભદાયી છે. પણ શું તમે જાણો છો કે આરોગ્ય માટે કેરીનું સેવન જેટલું લાભદાયક છે એટલી જ લાભદાયક કેરીની છાલ છે, જે સામાન્ય રીતે ફેકી દેવામાં આવે છે. 

કેરીની છાલ વિવિધ પૌષ્ટીક ગુણોથી ભરપૂર હોય છે. કેરીની છાલમાં ખૂબ જ પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ રહેલા હોય છે, જે ફ્રી રેડિક્લસથી થતા નુકસાનને ઓછા કરે છે. આ  ઉપરાંત  કેરીમાં વિટામીન A,B-6,Cઉપરાંત ફાઈબર, કોપર, ફોલેટ હોય છે. 

કેરીની છાલ ખાવાથી  થતા ફાયદા 

કરચલીમાં લાભદાયક

 સામાન્ય  રીતે કેરીની છાલ  તમારી ત્વચાને સાફ કરે છે, તેમજ તમારા ચહેરા પર આવતી કરચલીને દૂર કરે છે.ત્વચા પરના  કાળા ધબ્બાને પણ ઓછા કરે છે. ચહેરા પર ચમક અને નિખાર લાવે છે. આ માટે કેરીની છાલથી બનેલા પેસ્ટને ચહેરા પર આશરે 15 મિનિટ સુધી લગાવી શકાય છે અને ત્યારબાદ તેને પાણી વડે સાફ કરી લેવું.

ટેનિંગથી દૂર કરે છે

જો તમે કેરીની છાલને ચહેરા, હાથ અને પગ પર લગાવો છો તો તે તમારા ટેનિંગને દૂર કરવાનું કામ કરશે. કારણ કે તેમાં વિટામીન Cનું પ્રમાણ જોવા મળે છે. આ માટે કેરીની છાલનું મિશ્રણ ત્વચા પર લગાવ્યા બાદ દહી અથવા મલાઈથી મસાજ કરવું અને ત્યારબાદ પાણી વડે સાફ કરવું.

પિમ્પલ્સથી છૂટકારો મળશે

કેરીની છાલની મદદથી ચહેરા પરના પિંપલ્સને ખતમ કરી શકે છે. આ માટે કેરીની છાલનું પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી પિંપલ્સની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત ત્વચાના ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.

Advertisement
Tags :
Advertisement

.