બાળકોના ટિફિનમાં ભૂલથી પણ માતાએ આ વાનગીઓને ભરવી નહીં....
children lunch boxes : ટિફિનમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકથી સ્વાસ્થ્યને નુકસાન થાય
Advertisement
children lunch boxes : માતા-પિતા પોતાના બાળકેને શાળાના ટિફિનમાં દરરોજ વિવિધ વાનગીઓ ભરી આપે છે. જોકે માતા હંમેશા ટિફિનમાં પોતાના બાળકેને મનપસંદ વાનગીઓ જ ભરે છે. ખરેખર તો ટિફિન એ બાળક માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો ખજાનો હોવો જોઈએ. પરંતુ ક્યારેક બાળકના આગ્રહને કારણે તેની પસંદગીની વસ્તુઓ ટિફિનમાં પેક કરીને તેને આપવામાં આવે છે, જેથી બાળક દિવસભર ભૂખ્યું ન રહે. આ કારણે ઘણી વખત પોષણની ઉણપ થાય છે, એટલે કે બાળકના ટિફિનમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે.
- બાળકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનો ઘણો આગ્રહ રાખે છે. ફ્રેન્ચ ફ્રાઈસમાં ઘણું તેલ હોય છે અને બટાકામાં સ્ટાર્ચ હોય છે. તો બાળકોના ટિફિનમાં ફ્રેન્ચ ફ્રાઈસ અથવા કોઈપણ પ્રકારનું વધુ ચરબીયુક્ત ભોજન પેક કરવાનું ટાળવું જોઈએ.
Advertisement
- સમયના અભાવે જો તમે બાળકોના ટિફિનમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ પેક કરો છો, તો સૌથી મોટી ભૂલ કરો છો. મોટાભાગના નૂડલ્સ મેદાના બનેલા હોય છે અને તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે, તેથી ભૂલથી પણ બાળકને ઇન્સ્ટન્ટ નૂડલ્સ ન આપવા જોઈએ.
Advertisement
- શાળાએ જતી વખતે બાળકો ચોકલેટ અને ટોફી માગે છે. આવી સ્થિતિમાં માતા-પિતા તેમને આ વસ્તુઓ આપે છે, પરંતુ વધુ પડતી ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો ટિફિન સાથે અથવા ઘરે પણ બાળકોને મર્યાદિત માત્રામાં જ મીઠાઈ આપો.
- બાળકોના ટિફિનમાં મેકરોની, પાસ્તા, બર્ગર જેવા ખાદ્યપદાર્થો ભૂલથી પણ ન રાખવા જોઈએ. આ મેદાના બનેલા હોય છે અને બાળકો તેને એકવાર ખાધા પછી વારંવાર ખાવાનો આગ્રહ રાખે છે. આનાથી બાળકના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની પ્રતિકૂળ અસરો થઈ શકે છે.
આ પણ વાંચો: શું તમે પણ Sleep Apnea થી પીડિત છો, અને સાથે તમારા મોટાપામાં વધારો થાય છે