Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડૉક્ટરના આપઘાતનું ઘૂંટાતું રહસ્ય, સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તપાસની કરી માંગ

વેરાવળના ડૉક્ટરના આપઘાતનું ઘૂંટાતુ રહસ્યસાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તપાસની કરી માગઊંડાણપૂર્વકની તપાસ માટે ગૃહમંત્રીને કરી રજૂઆતજે સંજોગોમાં ડૉ.અતુલ ચગે આપઘાત કર્યો તે દુ:ખદગીરના ગરીબોના મસીહા ગણાતા હતા ડૉ.અતુલ ચગતબીબે લખેલી સ્યુસાઈડ નોટને લઈ તપાસ ધીમી ગતિએનારણ અને રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખતટસ્થ તપાસની પરિજનો પણ કરી રહ્યાં છે માગપોલીસ તપાસ અંગે હજુ સુધી નથી પાડતી ફોડવેà
06:35 AM Feb 14, 2023 IST | Vipul Pandya
  • વેરાવળના ડૉક્ટરના આપઘાતનું ઘૂંટાતુ રહસ્ય
  • સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તપાસની કરી માગ
  • ઊંડાણપૂર્વકની તપાસ માટે ગૃહમંત્રીને કરી રજૂઆત
  • જે સંજોગોમાં ડૉ.અતુલ ચગે આપઘાત કર્યો તે દુ:ખદ
  • ગીરના ગરીબોના મસીહા ગણાતા હતા ડૉ.અતુલ ચગ
  • તબીબે લખેલી સ્યુસાઈડ નોટને લઈ તપાસ ધીમી ગતિએ
  • નારણ અને રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ
  • તટસ્થ તપાસની પરિજનો પણ કરી રહ્યાં છે માગ
  • પોલીસ તપાસ અંગે હજુ સુધી નથી પાડતી ફોડ
વેરાવળના નામાંકિત તબીબની આત્મહત્યા અને પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. સમગ્ર ચકચારી મામલે પોલીસની કાર્યવાહી પણ તેજ બની છે. પોલીસે મૃતક તબીબના પુત્રનું નિવેદન નોંધી A.D. દાખલ કરી છે. વર્તમાન એમ.પીનું ભળતું નામ રાજેશભાઈ ચુડાસમા હોવા મામલે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. બીજી તરફ ન્યાયની માંગ સાથે પરિવારજનોનો આક્રંદ સતત વધી રહ્યો છે. સ્યુસાઇડ નોટને લઈ પોલીસ તપાસ તેજ થઇ છે. હેન્ડરાઇટિંગ એક્સપર્ટ સહિત FSL ની મદદ લેવાઈ રહી છે. પી.એમ. રિપોર્ટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સાંસદ પરિમલ નથવાણીએ કરી તટસ્થ મામલેની માંગ
વેરાવળના ડોક્ટરના આપઘાતનું રહસ્ય સતત ઘૂંટતુ નજરે પડી રહ્યું છે. હવે આ મામલે સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે તપાસ ઊંડાણપૂર્વકની થાય તે માટે ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ડોક્ટર અતુલ ચગને ગીરના ગરીબોના મસીહા તરીકે જોવામાં આવતા હતા. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આ સમગ્ર મામલે ટ્વીટ કર્યું છે જેમા તેમણે લખ્યું, ગીર-સોમનાથ જિલ્લાના જાણીતા ડોક્ટર ડો. અતુલ ચગના નિધન પર દિલથી શોક વ્યક્ત કરુ છું. તેમણે જે સંજોગોમાં આપઘાત કર્યો તે ચોંકાવનારું છે. દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના. GOG ને એવા સંજોગોની તપાસ કરવા વિનંતી કરું છું કે જેના કારણે તેમના જીવનનો દુઃખદ અંત આવ્યો. ઉપરાંત તેમણે એક નોટનો સ્ક્રીન શોટ પણ મુક્યો છે.

સ્યુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ
આપને જણાવી દઇએ કે, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ગઈકાલે (સોમવાર) બનેલી ચકચારી ઘટના ડો. અતુલ ચગની આત્મહત્યાને લઈને વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અને આત્મહત્યા બાદ મળેલી સુસાઈડ નોટને હાલ સમગ્ર જિલ્લામાં બે નામો ચર્ચામાં આવ્યા છે. સ્યુસાઇડ નોટ મુજબ નારણભાઈ અને રાજેશ ચુડાસમા નામના ઉલ્લેખને લઈને વેરાવળ ખાતે પોલીસે પત્રકારોને માહિતી આપી હતી. જેમાં તબીબની આત્મહત્યા પાછળ તેમના આર્થિક વ્યવહારો કારણ ભૂત હોવાનું મૃતકના પુત્ર હિતાર્થે પોલીસને માહિતી હોવાનું dy.sp. દ્વારા જણાવ્યું હતું. સાથે ડો. ની સુસાઈડ નોટ સંદર્ભે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ કરી અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું ભળતું નામ હોવાથી પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરાય છે. તો પોલીસે મૃતકનો મોબાઈલ, મફલર, સુસાઈડ સહિતની વસ્તુઓ કબ્જે મેળવી fsl માં મોકલાય છે અને ચકચારી ઘટનામાં પોલીસે અકસ્માતે મૃત્યુનોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તબીબની આત્મહત્યાનું રહસ્ય હાલ તો અકબંધ
તબીબની આત્મહત્યા મામલે સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ આત્મહત્યા પાછળ આર્થિક કારણને તબીબના પરીવારજનોએ નકાર્યું છે. મૃતક તબીબ અતુલ ચગના બહેન રીટાબેન માણેકે આક્રંદ વ્યક્ત કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ રાજેશભાઈ ચુડાસમાના પિતાને બચાવ્યા હતા તેને તેમનો જીવ લીધો છે. તબીબ ડો.અતુલ ચગ આર્થીકકારણથી આવું પગલું ક્યારેય ન ભરે તેવા મજબુત મનોબળના માનવી હતા. તબીબે જીવનમાં અનેકવાર આર્થીક ઉતાર-ચડાવ જોયા છે, જેથી આર્થીકકારણોસર આત્મહત્યા જેવું મારો ભાઈ પગલું ન ભરી શકે તેવું પરીવારજનોએ મીડિયાને જણાવ્યું. તબીબની આત્મહત્યા મામલે તટસ્થ અને ન્યાયિક તપાસની માંગ સૌ કોઈ કરી રહ્યા છે. હાલ તો આ ચકચારી મામલે વિવિધ મુદ્દે પોલીસ તપાસ તેજ બની છે તો સ્યુસાઇડ નોટ ને લઈને સવાલો સાથે તબીબની આત્મહત્યાનું રહસ્ય હાલ તો અકબંધ છે. પોલીસ તપાસમાં આવનાર સમયમાં કેવા ઘટસ્ફોટ થાય છે તે હવે જોવું રહ્યું. 
આ પણ વાંચો - ઇંગ્લેંડની લાડી અને રાજકોટનો વર, કાઠિયાવાડી કિશન વેડિયાની ઇંગ્લેંડની ઇલી હિચિંગ સાથે ધામધૂમથી સગાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
demanddoctorDoctor'sSuicideGujaratFirstImpartialProbeMPParimalNathwaniMysterysuicide
Next Article