શું તમને ડાયાબિટીસ છે? હા, તો WHOની આ ટીપ્સ છે તમારા કામની...
જો તમને ડાયાબિટીસ હોય તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. ડાયાબિટીસ એક એવી બિમારી છે. જેમાં વ્યક્તિએ પોતાની ખાણીપીણીનો ખુબ જ ખ્યાલ રાખવો પડે છે. જો ધ્યાન રાખવામાં ના આવે તો ભવિષ્યમાં હાર્ટ કે કિડનીના ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે. ડાયાબિટીસ વધી જાય તો શરીના અન્ય અંગો પર પણ તેની અસર દેખાવા લાગે છે. આવી જ હેલ્થની સમસ્યાને લઈને àª
જો તમને ડાયાબિટીસ હોય તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી છે. ડાયાબિટીસ એક એવી બિમારી છે. જેમાં વ્યક્તિએ પોતાની ખાણીપીણીનો ખુબ જ ખ્યાલ રાખવો પડે છે. જો ધ્યાન રાખવામાં ના આવે તો ભવિષ્યમાં હાર્ટ કે કિડનીના ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે. ડાયાબિટીસ વધી જાય તો શરીના અન્ય અંગો પર પણ તેની અસર દેખાવા લાગે છે. આવી જ હેલ્થની સમસ્યાને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) હાલમાં જ એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે ચાર હેલ્થ ટીપ્સ બતાવી છે. જે ડાયાબિટીસ, હાર્ટ, સ્ટ્રોક અને કેન્સર જેવી ગંભીર બિમારીઓ સામે લડવા અને રક્ષણ મેળવવામાં મદદ કરે છે.
આ વાત આટલી ગંભીરતાથી એટલા માટે લેવામાં આવી રહી છે કારણ કે, WHO દ્વારા જણાવવામાં આવેલા ડેટામાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ડેટા પ્રમાણે વિશ્વમાં 70% લોકોનું મોત હાર્ટની તકલીફ, સ્ટ્રોક, કેન્સર, ડાયાબિટીસ, ફેંફસાની તકલીફોના લીધે થાય છે અને મૃત્યું પામનારાઓમાં 16 મિલિયનથી વધારે લોકોની ઉંમર 70 વર્ષથી ઓછી છે. WHOનું માનવું છે કે આ બિમારીઓ વધવાનું કારણ તમાકુંનું વધારે પડતું સેવન, પરિશ્રમ ઓછો થવો, દારૂનું વધારે સેવન અને ફાસ્ટફુડ છે.
WHOએ આપેલી આ ટિપ્સ
1. મીઠું, ખાંડનું સેવન ઘટાડો
દિવસમા મીઠાંનો (Solt) ઉપયોગ લગભગ 5 ગ્રામ કે 1 ચમચીથી વધારે કરવો જોઈએ નહી. મીઠાંની જગ્યાએ ફ્રેશ લીલાં શાકભાજી ખાસ કરીને લીલા પાનવાળી ભાજીનો મહત્તમ ઉપયોગ કરવો. મીઠાંવાળા સોસ, સોયાસોસ અને મસાલેદાર સોસનો ઉપયોગ ટાળવો. તે સિવાય ખાંડનો (Sugar) ઉપયોગ દિવસમાં 50 ગ્રામ કે 12 ચમચીથી વધારે કરવો જોઈએ નહી અને દિવસભરમાં 50 થી 25 ગ્રામ જ ખાંડ શરીરમાં જાય તેવા પ્રયાસ કરવા.
2. ફેટવાળી વસ્તુઓથી દુર રહેવું
ઓછા ફેટવાળા દુધ કે દુધની બનેલી વસ્તુઓનો ઉપયોગ બને એટલો ઓછો કરવો, સફેદ ચીકન, માછલી, બિકન અને સોસેજ જેવા મીટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને તળેલાં ભોજન પણ પ્રમાણમાં જ લેવું અને શક્ય હોય ત્યાં સુધી ટાળવુ.
3. બેલેન્સ ડાયટ
તમારા ડાએટમાં દરરોજ એવા ભોજનનો ઉપયોગ કરવો જોઈએ જેમાં હોલગ્રેન બ્રાઉન રાઈસ અને લોટથી બનેલા હોય. લીલાં તાજા શાકભાજી અને ફળોનું સેવન પણ કરવું જોઈએ અને સાથે પ્રમાણમાં મીટ, દુધ, માછલી અને ઈંડાનું પણ સેવન કરવું જોઈએ.
4. શું પીવું?
જેમાં ખાંડ, મસાલેદાર ડ્રિ્ંક્સ, કોફી સામેલ ના હોય તેવા બેવરેજનો ઉપયોગ કરવો, દારૂનું સેવન કરવું જોઈએ નહી અને બની શકે એટલું વધારે શુદ્ધ પાણી પીવું જોઈએ.
Advertisement