Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વીજળીના કડાકા-ભડાકા સમયે ભૂલથી પણ ન કરશો આ કામ

ચોમાસાની મોસમમાં ઘણી વખત આપણા મોં માંથી પણ એવું નીકળી જતું હોય છે કે, ગાજવીજ સાથે વરસાદ પડ્યો.. વીજળીના કડાકા-ભડાકા થયા.. ધોધમાર વરસાદ પડ્યો.. વગેરે વગેરે.. ઘણી વખત વાતાવરણમાં પણ એવો પલટો આવે છે કે વીજળીના ભયંકર અવાજથી આપણે પણ ફફડી ઉઠીએ છે. તેમજ ઘણી વખત વીજળી એટલી ભયંકર રીતે પડે છે, કે તેના કારણે ઘણું નુકસાન પણ થઈ શકે છે. અને ઘણાંના જીવો પણ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે અમે આપને જણાવવા જઈ ર
વીજળીના કડાકા ભડાકા સમયે ભૂલથી પણ ન કરશો આ કામ
ચોમાસાની મોસમમાં ઘણી વખત આપણા મોં માંથી પણ એવું નીકળી જતું હોય છે કે, ગાજવીજ સાથે વરસાદ પડ્યો.. વીજળીના કડાકા-ભડાકા થયા.. ધોધમાર વરસાદ પડ્યો.. વગેરે વગેરે.. ઘણી વખત વાતાવરણમાં પણ એવો પલટો આવે છે કે વીજળીના ભયંકર અવાજથી આપણે પણ ફફડી ઉઠીએ છે. તેમજ ઘણી વખત વીજળી એટલી ભયંકર રીતે પડે છે, કે તેના કારણે ઘણું નુકસાન પણ થઈ શકે છે. અને ઘણાંના જીવો પણ જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે અમે આપને જણાવવા જઈ રહ્યા છે કેટલીક એવી ટીપ્સ, જે તમારો જીવ બચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે...
ઘરની અંદર રાખો આ વાતોનું ઘ્યાન:
- બારી-બારણાંથી દૂર રહો.
- વીજળીની સંભાવના દરમિયાન ઈલેક્ટ્રીક ઉપકરણોથી દૂર રહો.
- તારથી ચાલતા ફોનનો ઉપયોગ કરશો નહીં.
- વીજળીના વાહક બને તેવી કોઈ પણ ચીજ વસ્તુઓથી દૂર રહો.
- ધાતુની પાઈપ, નળ, ફૂવારો, વોશબેઝીન વગેરેના સંપર્કથી દૂર રહો.
Bad weather creates perfect storm for asthma sufferers – Harvard Gazette
ઘરની બહાર આ વસ્તુઓ કરવાથી બચો...
- ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષતા હોવાથી તેનો આશરો ન લેશો.
- આસપાસના ઊંચા બિલ્ડીંગ ધરાવતા વિસ્તારમાં આશરો ન લેશો.
- ટોળામાં રહેવાને બદલે છૂટા-છવાયા રહો.
- મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય છે.
- મુસાફરી દરમિયાન તમારા વાહનમાં જ રહો.
- ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો.
- બાઈક, ઇલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ વગેરે ધાતુની વસ્તુઓથી દૂર રહો.
- પુલ, તળાવ, જળાશયોથી દૂર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાઓ.
Advertisement
Tags :
Advertisement

.