Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોગ્યની આ તકલીફ ધરાવતા લોકોએ ફટાકડા ફોડતી વખતે રાખવું આટલું ધ્યાન

પ્રકાશપર્વ દિવાળીના (Diwali 2022) તહેવારની શરૂઆત થઈ ચુકી છે. દિવાળીની ઉજવણી દીવડાં પ્રગટાવી તેમજ ફટાકડા ફોડીને કરવામાં આવે છે. ફટાકડા ફોડવા તે એક ઉજવણીની રીત છે પરંતુ તેનું નુંકસાન પણ છે. શું તમે જાણો છો કે ફટાકડાથી શૂગરના દર્દીઓને જોખમ છે. તમને કેટલીખ ખાસ બાબતો જણાવીએ છીએ જેને ધ્યાને રાખી તમે દિવાળીની ઉજવણી કરી શકો છો.દિવાલી પર આટલી બાબતોનું રાખો ધ્યાનજે લોકોને શુગરની સમસ્યા હોય અથવા àª
આરોગ્યની આ તકલીફ ધરાવતા લોકોએ ફટાકડા ફોડતી વખતે રાખવું આટલું ધ્યાન
પ્રકાશપર્વ દિવાળીના (Diwali 2022) તહેવારની શરૂઆત થઈ ચુકી છે. દિવાળીની ઉજવણી દીવડાં પ્રગટાવી તેમજ ફટાકડા ફોડીને કરવામાં આવે છે. ફટાકડા ફોડવા તે એક ઉજવણીની રીત છે પરંતુ તેનું નુંકસાન પણ છે. શું તમે જાણો છો કે ફટાકડાથી શૂગરના દર્દીઓને જોખમ છે. તમને કેટલીખ ખાસ બાબતો જણાવીએ છીએ જેને ધ્યાને રાખી તમે દિવાળીની ઉજવણી કરી શકો છો.
દિવાલી પર આટલી બાબતોનું રાખો ધ્યાન
  • જે લોકોને શુગરની સમસ્યા હોય અથવા જેઓ ડાયાબિટીસના દર્દી હોય તેઓએ ફટાકડાનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ, કારણ કે તેમને કોઈપણ પ્રકારની ફટાકડાથી ઈજા થશે તો તરત રૂઝ આવતો નથી.
  • અસ્થમાના દર્દીઓએ ભૂલે ચૂકે પણ ફટાકડા ન ફોડવા જોઈએ. આ દિવસે શક્ય હોય તો તેમણે ઘરની બહાર નિકળવાનું ટાળવું, કારણ કે ફટાકડામાંથી નીકળતા ધુમાડો કે ગેસથી અસ્થમા એટેક આવી શકે છે.
  • ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખો કે ફટાકડા ફોડો તે ખુલ્લી જગ્યા હોય, સિન્થેટિક કપડા પહેરીને ફટકાડા ફોડવા જોઈએ નહી.
  • જો તમે હાર્ટના પેશન્ટ હોય તો દિવાળીના દિવસે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. સુરક્ષિત રહેવા માટે ફટાકડા ફોડવા નહી અને શક્ય એટલા દૂર રહીને ફટાકડા ફોડવાનો આનંદ લેવો.
  • ફટાકડાના ધૂમાડાથી ચામડીને નુકસાન થઈ શકે છે. એવામાં ચામડીને હાઈડ્રેટ રાખવી ખુબ જરૂરી છે. ચામડી પર નાળિયરનું તેલ લગાવો અને વધુમાં વધુ પાણી પીવો.
  • ફટાકડામાંથી નિકળતા ધુમાડા અને ગેસથી આંખોમાં બળતરા કે ખંજવાળ આવી શકે છે. એવામાં થોડાં-થોડાં અંતરે આંખોને પાણીથી ધોવી જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.