Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેચમાં એક રન બનાવનાર દિનેશ કાર્તિકે તોડ્યો 7 વર્ષ જુનો રેકોર્ડ

પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતનો 4 વિકેટે વિજય થયો હતો. ભારતની ઐતિહાસિક જીતમાં વિરાટ કોહલી (Virat Kohli) હીરો રહ્યો હતો અને તેણે 82 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. વિરાટને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. કોહલીની આ ઇનિંગ ઘણી ખાસ હતી. મહત્વનું છે કે, કોહલી સિવાય હાર્દિકે પણ 40 રન બનાવ્યા અને 113 રનની ભાગીદારી કરી અને ભારતની જીતનો પાયો નાખ્યો. જોà
મેચમાં એક રન બનાવનાર દિનેશ કાર્તિકે તોડ્યો 7 વર્ષ જુનો રેકોર્ડ
પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતનો 4 વિકેટે વિજય થયો હતો. ભારતની ઐતિહાસિક જીતમાં વિરાટ કોહલી (Virat Kohli) હીરો રહ્યો હતો અને તેણે 82 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવી હતી. વિરાટને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. કોહલીની આ ઇનિંગ ઘણી ખાસ હતી. મહત્વનું છે કે, કોહલી સિવાય હાર્દિકે પણ 40 રન બનાવ્યા અને 113 રનની ભાગીદારી કરી અને ભારતની જીતનો પાયો નાખ્યો. જોકે, અંતિમ ઓવરોમાં મેચ બંને તરફ દેખાઇ રહી હતી. વળી અંતિમ ઓવરોમાં જે રીતે દિનેશ કાર્તિકની વિકેટ ગઇ તે પછી ભારતીય ફેન્સે જાણે જીતની આશા જ છોડી દીધી હતી. આ મેચમાં દિનેશ કાર્તિકે માત્ર 1 રન બનાવ્યો અને આઉટ થયો હતો. જોકે, આ મેચમાં તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 
સખત મહેનતના દમ પર કાર્તિકે ટીમમાં કરી વાપસી
દિનેશ કાર્તિકનું 37 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનું સપનું સાકાર થયું છે. લાંબા સમયથી ટીમની બહાર રહેલા DKએ IPL દરમિયાન કેટલીક વિસ્ફોટક ઈનિંગ્સના આધારે ટીમમાં જગ્યા બનાવી હતી. IPLની 15મી સીઝન દરમિયાન તેણે કહ્યું હતું કે તેનું સપનું T20 વર્લ્ડ કપમાં ભારત માટે રમવાનું છે. જોકે, તેનું સપનું સાકાર થઈ ગયું છે. જેમાં કેપ્ટન રોહિતે મહત્વની ભૂમિકા ભજવી છે. રિષભ પંતની સાથે કાર્તિકને પણ સતત તક આપવામાં આવી રહી છે. કાર્તિક પોતે પણ આ વાત જાણે છે. દિનેશને ઘણી વખત ટીમમાંથી બહાર થવું પડ્યું છે પરંતુ સખત મહેનત કરીને તે વાપસી કરવામાં સફળ રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2022મા ભારતીય ટીમનો ભાગ બનેલા કાર્તિકે રવિવારે પાકિસ્તાન સામે સુપર-12 મેચમાં મેદાનમાં ઉતરીને ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર માત્ર એક નંબર છે. કાર્તિક T20 વર્લ્ડ કપમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બની ગયો છે.
કાર્તિકે 5 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
કાર્તિકે 37 વર્ષ અને 114 દિવસની ઉંમરે T20 વર્લ્ડ કપમાં મેચ રમી હતી. તેણે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાના સાત વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો છે, જેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીના સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડીનો રેકોર્ડ બનાવ્યો હતો. નેહરા 36 વર્ષ અને 337 દિવસની ઉંમરે T20 વર્લ્ડ કપ 2016મા રમ્યો હતો. વળી, યાદીમાં ત્રીજા અને ચોથા નંબર પર અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (36 વર્ષ, 36 દિવસ) અને કેપ્ટન રોહિત શર્મા (35 વર્ષ, 176 દિવસ) છે. જણાવી દઈએ કે, કાર્તિકે નવેમ્બર 2004મા ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
કાર્તિકે મેચમાં એક રન બનાવ્યો હતો
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ભારતે છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી. પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતે 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ 53 બોલમાં 6 ચોક્કા અને 4 છક્કાની મદદથી 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રન બનાવ્યા હતા. પંડ્યા 20મી ઓવરના પહેલા બોલ પર પેવેલિયન પરત ફર્યા, ત્યારબાદ કાર્તિકને મેદાનમાં ઉતરવાની તક મળી. કાર્તિક 2 બોલમાં 1 રન બનાવીને સ્ટમ્પ થઈ ગયો હતો. આર અશ્વિને (4 અણનમ) વિજયી રન બનાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.