Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયું ગાઢ ધુમ્મસ, વિમાન અને ટ્રેન સેવાને અસર

ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયું ગાઢ ધુમ્મસગાઢ ધુમ્મસના કારણે વિમાન,ટ્રેન સેવાને અસરદિલ્હીથી ઉપડતી 15 ફ્લાઈટ મોડી પડીશારજાહ-દિલ્હી ફ્લાઈટ જયપુર ડાઈવર્ટ કરાઈગાઢ ધુમ્મસના કારણે 29 ટ્રેન મોડી પડી29 ટ્રેન બે કલાકથી સાડા 4 કલાક મોડીદિલ્હી-યુપી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. કાતિલ ઠંડીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. દિલ્હીમાં દરરોજ ઠંડીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. ધà
ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયું ગાઢ ધુમ્મસ  વિમાન અને ટ્રેન સેવાને અસર
  • ઉત્તર ભારતના રાજ્યોમાં છવાયું ગાઢ ધુમ્મસ
  • ગાઢ ધુમ્મસના કારણે વિમાન,ટ્રેન સેવાને અસર
  • દિલ્હીથી ઉપડતી 15 ફ્લાઈટ મોડી પડી
  • શારજાહ-દિલ્હી ફ્લાઈટ જયપુર ડાઈવર્ટ કરાઈ
  • ગાઢ ધુમ્મસના કારણે 29 ટ્રેન મોડી પડી
  • 29 ટ્રેન બે કલાકથી સાડા 4 કલાક મોડી
દિલ્હી-યુપી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. કાતિલ ઠંડીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. દિલ્હીમાં દરરોજ ઠંડીનો રેકોર્ડ તૂટી રહ્યો છે. ધુમ્મસના કારણે સૂર્યપ્રકાશ બહાર આવતો નથી, જેના કારણે ઠંડી વધી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે વિમાન અને ટ્રેન સેવાને અસર થઇ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીથી ઉપડતી 15 ફ્લાઈટ મોડી પડી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીની રાત્રે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમનના 48 કલાક પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં શીત લહેર અને ઠંડા દિવસની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે. 
ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર પ્રદેશમાં 29 ટ્રેનો Late
ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર સતત વધી રહ્યો છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. દિલ્હી સહિત NCRના શહેરોમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે ટ્રેન અને ફ્લાઈટ સેવા પ્રભાવિત થઈ રહી છે. આજે ઉત્તર પ્રદેશમાં 29 ટ્રેનો મોડી પડી હતી, જ્યારે ઘણી ફ્લાઈટ્સનો સમય પણ બદલાયો હતો. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આપને જણાવી દઇએ કે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં આગામી 48 કલાક સુધી ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે. જેના કારણે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે.
Advertisement

ધુમ્મસના કારણે ટ્રાફિક જામની રહેશે સમસ્યા
ટ્રાફિકની સ્થિતિ એવી હતી કે માત્ર 25 થી 30 મીટર સુધી જ લોકો કશું પણ જોઇ શકતા હતા. જેના કારણે વાહનો ધીમી ગતિએ આગળ વધતા ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આ સતત 5મો દિવસ છે જ્યારે દિલ્હીમાં અત્યંત ઠંડી હતી અને ધુમ્મસ પણ કહેર મચાવી રહ્યું હતું. જોકે અન્ય દિવસો કરતા આજે ઠંડી થોડી વધુ બની છે. સફદરજંગમાં આજે સવારે 3.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત આયાનગરમાં 3.2, લોદી રોડ પર 3.6 સુધી તાપમાનનો પારો ગગડી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો પહાડી વિસ્તારોને મારતો જોવા મળ્યો હતો.
10 જાન્યુઆરી પછી રાહત મળશે
આઈએમડીના વૈજ્ઞાનિક ડૉ આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે, હવામાનની આગાહી કરતી એજન્સીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને યુપી માટે રેડ એલર્ટ અને રાજસ્થાન અને બિહાર માટે કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 10 જાન્યુઆરીએ આવનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં બે દિવસ પછી લઘુત્તમ તાપમાન 2-4 °C વધવાની શક્યતા છે.

દિલ્હીથી ઉપડતી 15 ફ્લાઈટ મોડી પડી
જણાવી દઈએ કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે શારજાહથી દિલ્હી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી. દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે લગભગ 15 ફ્લાઈટ્સ મોડી પડી હતી. ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણી ફ્લાઈટમાં વિલંબ થઈ રહ્યો છે. દિલ્હી એરપોર્ટ પર હાજર મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે અને અહીંનું વાતાવરણ ખૂબ ઠંડું છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.