Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવલીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ગેસના બાટલાને હાર પેરાવી વિરોધ નોંધાવ્યો

સાવલી તાલુકાના દામાજીના ડેરા પાસે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલ તથા રાંધણ ગેસના વધતા જતા ભાવ અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મોંઘવારીનો વિરોધ કર્યો હતો.સાવલી તાલુકાના શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો.હાલના સંજોગોમાં મોંઘવારી બેકાબુ બની છે. રોજ બરોજ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો થઇ રહà
06:15 PM Apr 02, 2022 IST | Vipul Pandya
સાવલી તાલુકાના દામાજીના ડેરા પાસે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલ તથા રાંધણ ગેસના વધતા જતા ભાવ અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મોંઘવારીનો વિરોધ કર્યો હતો.સાવલી તાલુકાના શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
હાલના સંજોગોમાં મોંઘવારી બેકાબુ બની છે. રોજ બરોજ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે. અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે મધ્યમવર્ગીય પરિવારોનો જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર મોંઘવારી મુદ્દે કોઇ પગલા નથી લઇ રહી. 
મધ્યમવર્ગીય પરિવારોને આવકમાં કોઈ વધારો થતો નથી અને મોંઘવારીના મારને કારણે ખર્ચમાં સતત વધારો થતો રહે છે. જેના કારણે સામાન્ય માણસોને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. આવા સંજોગોમાં યુવાનો તેમજ ખેડૂતો વેપારીઓમાં આત્મહત્યાના બનાવો પણ વધ્યા છે.  કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ કે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કરાઇ રહેલા ભાવ વધારાનો માર સામાન્ય પ્રજા ખમી શકે તેમ નથી.
તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને કંટ્રોલમાં લાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આ પ્રકારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાવલી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને વિવિધ પ્લે કાર્ડ લઇ અને નારેબાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો.
Tags :
CongressCongressProtestGujaratFirstInflationpricehikeProtestSavli
Next Article