Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડભોઈ : MGVCL ની પ્રિ-મોનસુન કામગીરી સામે મોટા સવાલો, લાખો રૂપિયાનાં વીજ ઉપકરણો ફૂંકાયા

ડભોઈમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનો વહિવટ દિવસેને દિવસે ખાડે જઈ રહયો હોવાની અનુભૂતિ નાગરિકો થઈ રહી છે. ચોમાસાની ઋતુ આવે તે પહેલા પ્રી-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આ પ્રી-મોન્સૂન કામગીરી સામે ઘણા સવાલો ઊભા થયા છે. ડભોઇ નગરની...
12:14 PM May 31, 2023 IST | Dhruv Parmar

ડભોઈમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનો વહિવટ દિવસેને દિવસે ખાડે જઈ રહયો હોવાની અનુભૂતિ નાગરિકો થઈ રહી છે. ચોમાસાની ઋતુ આવે તે પહેલા પ્રી-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આ પ્રી-મોન્સૂન કામગીરી સામે ઘણા સવાલો ઊભા થયા છે. ડભોઇ નગરની અંદર છેલ્લાં કેટલાક મહિનાઓથી મધ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે અને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.

કેટલાક વિસ્તારોમાં ઘણા સમયથી વોલ્ટેજ વધી જવાનાં કે ઘટી જવાનાં કારણે વીજ ઉપકણો ફુંકાઈ જવાનાં બનાવો સામે આવ્યા છે. ગઈકાલે વાવાઝોડા સાથેનો પહેલો વરસાદ પડતાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો પરંતુ હવે તો તેનાથી વિપરીત અસર જોવા મળી રહી છે. સામાન્ય પવન ફૂંકાતા જ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને નગરજનોને અંધારપટમાં રહેવાનો વારો આવે છે. પરંતુ આજરોજ ભર બપોરે કાળઝાળ ગરમીમાં તો કોઈ પવન ફૂંકાયા વગર જ વીજ પુરવઠા ખોરવાઈ ગયો અને નગર બહાર આવેલ વિશ્રાન્તિ ગ્રીન, ઘનશ્યામ પાર્ક, જગન્નાથ પાર્ક, નિલકંઠ પાર્ક જેવી સોસાયટીઓમાં અચાનક હાઈ વૉલ્ટેજ થઈ જવાને કારણે લોકોનાં ઘરમાં લાખો રૂપિયાની કિંમતનાં વીજ ઉપકરણો બળી ગયાં હતાં.

અને નાગરિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો જાણવા મળતી માહિતી પ્રમાંણે મધ્ય ગુજરાત વીજ કંપનીની ખામીને કારણે ન્યુટ્રલનો ફેસ બળી ગયો હતો. જેના કારણે સોસાયટી વિસ્તારમાં લાખો રૂપિયાના વીજ ઉપકરણો ફૂંકાઈ જવાના કારણે નાગરિકોને મોટું નુકસાન થવા પામ્યુ હતું. જેથી સોસાયટીનાં રહીશો મધ્ય ગુજરાત વીજ કંપની વળતર ચૂકવે તેવી માંગ કરી છે.

મધ્ય ગુજરાત વીજ કંપની દિવસે ને દિવસે વીજ વપરાશના દરોમાં સતત વધારો કરતો રહે છે. પરંતુ તે વધારાની સામે ગ્રાહકોને તો અસુવિધા વેઠવાનો વારો આવે છે. શું હાલનાં મધ્ય ગુજરાત વીજ કંપનીના ટેકનિકલ નોલેજ ધરાવતાં ઈજનેરોને તથાં કર્મચારીઓમાં પૂરતાં નોલેજનો અભાવ છે ? કે પછી વહિવટી અણ આવડત છે? તે નાગરિકોને સમજાતું નથી.

જાણવા મળતી માહિતી મુજબ અધિકારીઓ ને તો માત્ર અપ-ડાઉનમા જ રસ છે. તેમજ સમગ્ર નગર માત્ર ત્રણ થી ચાર હેલ્પરોના ભરોસે છે. અધિકારીઓ એ.સી. ઓફિસમાં બેસી રહે છે. સ્થળ તપાસ કે વિઝીટ કરતાં જ નથી. તેમજ ઉપલી કચેરીઓમાંથી આવતો જરૂરી સામાન હલકી ગુણવત્તાનો હોવાને કારણે પણ વારંવાર ફોલ્ટ થતાં હોવાનું જાણવા મળી રહયું છે. જેના કારણે નગરજનોને અસુવિધા વેઠવાનો વારો આવ્યો છે. તેવી લોક ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા વારંવાર સર્જાતી મુશ્કેલીઓના કારણે કામગીરી ઉપર ગયેલા કર્મચારીઓ એમસીબી હટાવીને ડાયરેક્ટ જોડાણ કરી પ્રથમ દ્રષ્ટિએ વિજ પુરવઠો ચાલુ કરી દેતા હોય છે. પરંતુ આ વીજ પુરવઠો ચાલુ થયા બાદ પુનઃ તેની માવજત કે મરામત કરવામાં આવતી નથી. જેના કારણે આ વહીવટી તંત્રની નિષ્કાળજીનો ભોગ નગરજનોને બનવું પડે છે. સોસાયટી વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, જો આજરોજ થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિન્ધયા માર્ગે આંદોલન કરશે અને મધ્ય ગુજરાત વીજ કંપનીનાં કાર્યાલય ખાતે ધરણા ઉપર પણ ઉતરશે.

અહેવાલ : પિન્ટુ પટેલ, ડભોઇ - વડોદરા

આ પણ વાંચો : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ, વિદ્યાર્થિનીઓએ મારી બાજી

Tags :
DabhoiGujaratMGVCLMonsoonoperationspower equipment
Next Article