શિંદે જુથના ધારાસભ્ય પ્રકાશ સુર્વેનું વિવાદિત નિવેદન
ઉદ્ધવ ઠાકરેના જુથમાંથી નિકળ્યાના એક મહિના બાદ શિવસેનાના (Shivsena) બળવાખોર ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ (Prakash Surve) એક નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદનથી વિવાદ વકર્યો છે અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. જુન મહિનામાં એકનાથ શિંદે (Eknath Shinde) સાથે શિવસેના સામે બળવો કરનારા નેતાઓમાં પ્રકાશ સુર્વેનો પણ સામેલ હતા.વાયરલ વીડિયોમાં પ્રકાશ સુર્વેએ (Prakash Surve) બોલી રહ્યાં છે કે, આપણે ત્યાં સુધી આરામ ના કરવો જોઈએ જà
ઉદ્ધવ ઠાકરેના જુથમાંથી નિકળ્યાના એક મહિના બાદ શિવસેનાના (Shivsena) બળવાખોર ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ (Prakash Surve) એક નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદનથી વિવાદ વકર્યો છે અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. જુન મહિનામાં એકનાથ શિંદે (Eknath Shinde) સાથે શિવસેના સામે બળવો કરનારા નેતાઓમાં પ્રકાશ સુર્વેનો પણ સામેલ હતા.
વાયરલ વીડિયોમાં પ્રકાશ સુર્વેએ (Prakash Surve) બોલી રહ્યાં છે કે, આપણે ત્યાં સુધી આરામ ના કરવો જોઈએ જ્યાં સુધી આપણે તેમને તેમનું સ્થાન ના બતાવી દઈએ, કોઈની દાદાગીરી સહન ના કરો, જે તમને પડકાર આપે, તેને તમે સામે પડકાર આપો. કોઈ ખરાબ વર્તન કરે તો તેને મેથીપાક ચખાડો, પ્રકાશ સુર્વેનું પુરું સમર્થન છે. હું અહીં બેઠો છે. જામીન હું અપાવી દઈશ.અમે કોઈના માર્ગમાં અડચણ બનીને નહી આવીએ પરંતુ જો કોઈ અમારી આડું ઉતર્યું તો અમે ચુપ નહી રહીએ.અમે તેનો આક્રમક રીતે જવાબ આપીશું. પ્રકાશ સુર્વે સામે કાર્યવાહીની માંગને લઈને શિવસેના નેતા અને ઠાકરે પરિવાર સમર્થકોના એક જુથે મુંબઈ પોલીસનો દરવાજો ખટખટાવ્યો છે.
આ વીડિયો 14 ઓગસ્ટની સવારે દહિસરના કોકનીપાડા વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓ માટેના એક કાર્યક્રમ દરમિયાનનો હતો. આ મામલે પ્રકાશ સુર્વે સામે કાર્યવાહી કરવા આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર સુજાતા પાટકરે દહીસર પોલીસમાં (Police) ફરિયાદ આપી છે અને તેમણે જણાવ્યું છે કે, અમે પોલીસ કાર્યવાહીની રાહ જોઈ રહ્યાં છીએ.
Advertisement